ભરૂચ નર્મદા જીલ્લા માં ગ્રામપંચાયત ના ઈલેક્શન સભ્ય અને સરપંચ માટે અપક્ષ ઉમેદવાર નો માહોલ ભૂકંપ સર્જી રહ્યો છે

SHARE WITH LOVE

ગુજરાત ના ભરૂચ અને નર્મદા જીલ્લામાં ગ્રામપંચાયત ના ઈલેક્શન માં યુવાનોમાં જોવા મળી રહ્યું છે સરપંચ અને સભ્ય માટે અપક્ષ ઉમેદવારી કરવાનો જબરજસ્ત માહોલ, જે બદલી સકેછે ભરૂચ-નર્મદા જીલ્લાની રાજનીતિ

લોકોના જણાવ્યા અનુસાર વરસોથી આદિવાસી સમાજ ના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પેનલ ના આકાના ગુલામ રાખવામાં આવીરહયા છે જેથી આખા ગામના ગ્રામ પંચાયત ની ભાગ્દોર ડેપ્યુટી સરપંચ સંભાળતા હોય છે જેના કારણે આદિવાસી સમાજને મોટી હદે દગેબાજી થતી આવી છે. પરંતુ આજના યુવાનોમાં એક અનોખું જોમ જોવા મળી રહ્યું છે તેમનું કેવું છે કે કોય પેનલ કે તેમના આકાની ગુલામી નહિ હવે આદિવાસી સમાજ અને અન્ય સમાજ ના યુવાધન અપક્ષ ઉમેદવારી કરશે, જે કોય પેનલ સાથે નહિ પરંતુ સત્ય અને લોક હિતમાં કામ કરશે.

વર્ષોથી ચાલતી આવતી ખોટી રાજનીતિના કારણે ભરૂચ અને નર્મદા જીલ્લા ના સર્વ સમાજ ના લોકો જે તકલીફો, હાડ મારી અને દરિદ્રતા વરસોથી ભોગવતા આવ્યા છે તે હવે ચલાવી નહીલે.

લોકોના જણાવ્યા અનુસાર વરસોથી આદિવાસી બહુમત વિસ્તારોમાં અભણ આદિવાસી ને સરપંચ બનાવવાની ધૃત રાજનીતિ હવે નહિ ચાલે, અભણ આદિવાસી સરપંચ માત્ર તેમના રાજનીતિના આકાઓ ની જીહુજુરી અને ગુલામી કરી આખા ગામને અને બધાજ સમાજોને નુકશાની કરી રહ્યા હતા હવે એ બધું વધુ સહન ન કરવાની સર્વ સમાજ પણ માંગ કરી રહ્યા છે.

ભરૂચ અને નર્મદા જીલ્લા માં અપક્ષ ની રાજનીતિમાં આદિવાસી સમાજ ના યુવાનો સાથે અન્ય સમાજ પણ ખભેથી ખભો મિલાવીને જોડાય રહ્યો છે.

આ બધા સમીકરણો એ ભરૂચ અને નર્મદા જીલ્લાની રાજનીતિમાં ભૂકંપ ની પરિસ્થિતિ સર્જી છે. જે આગળ જતા લોકહિત માં ઘણા મોટા સારા પરિવર્તન લાવી સકે તેમ સ્પષ્ટ દેખાય રહ્યુ છે. સર્વ સમાજના લોકોનું માનવું છે કે આનાથી મોટા પરિવર્તન આવસેજ.

અન્ય જીલ્લા ઓમાં પણ આ પ્રથા અપનાવાશે એવું લોકોનું માનવું છે.


SHARE WITH LOVE