ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ICC ના સ્ટાન્ડર્ડ મુજબનું નવ નિર્મીત ક્રીકેટ ગ્રાઉન્ડનું પોલીસ પ્રજા હીતાર્થે માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાઓના વરદહસ્તે ઈ-લોકાર્પણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ હેડ કવાટર ખાતે ભરૂચ જીલ્લાના વિવિધ ઔધોગિક એકમો જેવા કે ફીલીપ્સ કાર્બન કંપની પાલેજ,લ્યુપીન કંપની અંકલેશ્વર, કલર ટેક્ષ કંપની વાગરા, આર.એસ.પી.એલ.કંપની અંકલેશ્વર તથા યુ.પી.એલ દહેજ કંપનીઓના સહયોગથી તેઓના સી.એસ.આર.ફંડ માંથી ૩૨,૧૪,૦૦૦ અનુદાનથી ICC ના નિયમોનુસારનું ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ. જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૭૫ મીટરની બાઉન્ડ્રી (રીડીયર્સવાળુ),ચાર ટર્ફ પીચ (ત્રણ કાળી માટીની તથા એક લાલ માટીની), ક્રિકેટરોની નેટ પ્રેક્ટીશ સારૂ એક એસ્ટ્રોટફ પીચ, એક ટફપીચ, ખેલાડીયોને બેસવા માટે બે અલગ અલગ પેવેલિયન, ક્રીકેટ ગ્રાઉન્ડની જાળવણી સારૂ ૮૦,૦૦૦ લીટરની ક્ષમતાનો વોટરસંપ, સ્વિંકલર સિસ્ટમ, આ ક્રીકેટ ગ્રાઉન્ડના મેન્ટેન્સ તથા પીચની જાળવણી સારૂ અલગ અલગ વજનના બે રોલરમશીન, ગ્રાસકટર,વરસાદી પાણીના નિકાલ સારૂ આધુનિક ડ્રેનેજ લાઇન, સમગ્ર કીકેટ ગ્રાઉન્ડ ફેન્સિંગથી સુરક્ષીત તથા સ્કોર્ડ બોર્ડની વ્યવસ્થાવાળુ અતિ આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું માનનિય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગુજરાત રાજ્ય નાઓના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં રાજયકક્ષાના સહકાર અને રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તથા સાંસદ ભરૂચ મનસુખભાઈ વસાવા,ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા તથા ભરૂચ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા કલેકટર એમ.ડી.મોડીયા તથા ડી.ડી.ઓ યોગેશ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •