ભરૂચ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે જાહેર સભા ગજવશે

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે ભરૂચમાં યોજાનાર પેજ પ્રમુખ સંમેલનમાં હાજરી આપશે તો સાથે જ જાહેર સભાને સંબોધન પણ કરશે.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે હવે ભાજપ દ્વારા નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે સાંજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભાજપનું પેજ પ્રમુખ સંમેલન યોજાશે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજરી આપશે. આ કાર્યક્રમમાં  20 હજાર પેજ પ્રમુખના નિમણુંક પત્રકોનું વિતરણકરવામાં આવશે. આ અંગેની માહીતી આપવા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ જણાવ્યુ હતું કે આ પ્રસંગે ઝાડેશ્વર ના સાઈ મંદિરથી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં 1000 થી વધુ યુવા  કાર્યકરો જોડાશે અને બાદમાં કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ અંગે ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Source:


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares