ભરૂચ : મનસુખભાઈ વસાવા ની અધ્યક્ષતામાં જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની દિશા સમીક્ષા બેઠક યોજાઈ

SHARE WITH LOVE
 • 1.6K
 • 789
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.4K
  Shares

૧૩-૦૧-૨૦૨૧ આજ રોજ સંસદ સભ્ય-ભરૂચ લોકસભા મનસુખભાઈ વસાવા ની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવન, ભરૂચ ખાતે, ભરૂચ જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની દિશા (ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ) સમીક્ષા બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ભરૂચ જિલ્લામાં અમલી સરકારશ્રીની પ્રજાકીય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી /જનસમુદાયને તેનો મહત્તમ ફાયદો થાય અને લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા જેવા તમામ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી.

જોકે ભરૂચ જીલ્લા માં આવેલ  ઝગડિયા તાલુકામાં મુ. ભીમપોર, આમોદ, પડાલ વગેરે મુકામે આવેલ સિલિકા સેન્ડ ની લીઝો બાબતે તેમજ ભરૂચ જીલ્લામાં ચાલતા ખાણ કામ, ગેરકાયદેસર બાંધ કામ  બાબતે ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા  એ વખતો વખત જીલ્લા સંકલન ની મીટીંગ માં રજુઆતો કરી હતી. તે બાબતે લોકોમાં ગણગણાટ છે કે સાંસદ દ્વારા જીલ્લા સંકલન ની મીટીંગ માં છેલ્લા ૨ વર્ષ માં પુછાયેલા કેટલા પ્રશ્ન નું નિરાકરણ આવ્યું?

આ ઉપરાંત જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

તેમજ ભરૂચ જિલ્લાના છેવાડાના માનવીઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તથા તેના ધ્વારા તેઓના સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગ્રામિણ વિસ્તારના લોકોને આપવા અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી.

આ બેઠકમાં સંસદ સભ્ય-ભરૂચ લોકસભા મનસુખભાઈ વસાવા સાથે વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.એમ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ તથા સમિતિના અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.


SHARE WITH LOVE
 • 1.6K
 • 789
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.4K
  Shares