ભરૂચ : શુકલતીર્થ રેતી ખનનમાં કાયદાના ઉલ્લંઘન થવા સામે ગામ લોકો લડી લેવાના મુડમાં, સાંસદ મનસુખ વસાવાએ પણ વારંવાર ટકોર કરી હતી

SHARE WITH LOVE
 • 1.4K
 • 459
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.9K
  Shares

શુકલતીર્થના નદી કિનારે ગામના લોકોની મહત્વની બેઠક યોજાઈ રેતી ખનનથી ગામનો વિકાસ થાય છે, પરંતુ ગ્રામજનોએ સહન કરવું પડે છે

રેતી ખનનમાં કાયદાના ઉલ્લંઘન થવા સામે ગામ લોકો લડી લેવાના મુડમાં

સાંસદ મનસુખ વસાવાએ પણ વારંવાર ટકોર કરી હતી,

શુકલતીર્થના પટમાં રેતીના ગેરકાયદેસર ખનનના પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ અવારનવાર સ્થાનિક ખાણ ખનીજ ખાતાને ટકોર કરી હતી, આ અંગે રાજય સરકારના સંબંધિત મંત્રીઓને પણ પત્ર લખ્યા હતા, ખાસ કરીને જયારે ગેરકાયદેસર થતી રેતી ખનન પ્રવૃત્તિના પગલે ખાડા પડી જતા અને તેની પર પાણી ફરી વળતા બે કરતા વધુ વ્યક્તિઓના મોત નિપજયા. હતા. જેમના પરિવારજનોને સાંસદે રૂબરૂ મળી શાંત્વના આપી હતી. સાંસદે આટલી સંવેદનશીલતા બતાવ્યા છતાં ખાણ ખનીજ ખાતા તરફથી હજી નોંધપાત્ર રીતે કોઈ કામગીરી કરવામાં આવી નથી.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના નદી કિનારે યોજાયેલ બેઠકમાં વિવિધ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં શુકલતીર્થ ગામે કેટલાક સમયથી રેતીની લીઝો તેમજ ગામમાંથી પસાર થતા ૧૦-૧૨ પૈડાવાળા હાઈવા જેવા વાહનો અંગે જણાવાયુ કે, જિલ્લા કલેકટરના જાહેરનામાંના ઉલ્લઘંન છતાં કોઈ નક્કર કાર્યવાહી નહી થતા આખરે ગામજનોએ નદી કાંઠે મિટીંગનું આયોજન કરી ખાણ ખનીજ તેમજ જવાબદાર બેદરકાર પ્રશાસન સામે લડી લેવાનો મૂડ બનાવ્યો હોવાના અંગત સુત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થયેલ છે.

રેતીની રોયલ્ટીથી શુકલતીર્થ ગામનો વિકાસ થાય છે પરંતુ તેની સામે રામજનોને ખુબ સહન કરવુ પડે છે. ખાસ તો ભૂર્ગભ જળમાં ખારાશ અને ગામલોકોને બોરવેલ મારફતે પીવાના પાણીમાં ખારાશ ભળતી હોય ગામના સામુહિક આરોગ્ય સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. રેતીની લીઝોના પગલે ઉપસ્થિત વિવિધ સમસ્યાઓ અંગે રાજકારણ અને અન્ય બાબતો ભૂલી ગામના હિતોને ધ્યાનમાં રાખવા અપીલ કરવામાં આવી હતી. તેમાં ચર્ચાયેલા મુદ્દાઓમાં નિયમ વિરૂધ્ધ યાંત્રિક બોટથી ખનન નહિ કરવાની ગાઈડલાઈન હોવા છતાં ત્રણ મીટરથી વધુ ઉંડાઈથી અંદાજીત ૬૦ થી ૭૦ ફુટ સુધી થતા રેતી ખનન બાબતે મીટીંગમાં ઉગ્ર રોષ વ્યકત કરાયો હતો. તેમજ ૬ થી ૮ પૈડાવાળા જ હાઈવા વાહનો નિયમોધીન હોય ૧૦ અને ૧૨ અને તેથી વધુ પૈડાવાળા કન્ટેનરોમાં નિયત કરેલા સમય ઉપરાંત કે તે પુર્વે સવારના ૩ વાગ્યાથી કે રાત્રીના સમયમાં પણ સાદી રેતીનું ખનન કરાતુ હોય તે અંગે ચીંતા વ્યકત કરાઈ હતી.

શુકલતીર્થ ગામની સલામતી અને આરોગ્ય અને તમામ સુખાકારી બાબતનો પ્રશ્ન અતિ મહત્વનો હોય તેને અગ્રીમતા આપવા નક્કી કરાયુ હતુ. રેતી ખનન અંગેના રાજય અને કેન્દ્ર સકારના પર્યાવરણ તેમજ નામદાર અદાલતોના વોટર બોડીઝ પ્રોટેકશનની ગાઈડલાઈન અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાઓ નિયમો વિરૂધ્ધ થતા રેતી ખનન બાબતે નર્મદાના રેતાળ પટમાંથી ઉલેચાતી રેતીના કારણે કિસાનોને તેમજ નદી કાંઠાના ગામડાઓના ભૂર્ગભ જળમાં ખારાશ ભળતી હોય છે તેથી ગામના બોરવેલમાં અને ખેડૂતોના બોરવેલના પાણી પણ પ્રદુષિત બન્યા છે. જેના કારણે ફળદ્રુપ જમીનોમાં ખારાશવાળી બની રહી છે જેથી નાગરિકોએ અને ખેડૂતોએ મિટીંગમાં ચિંતા વ્યકત કરી હતી. યાંત્રિક બોટથી ડ્રેઝીંગ કરીને રેતી ખનન કરવાની પરવાનગી નથી છતાં ખનન થઈ રહ્યુ છે. આમ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

source:


SHARE WITH LOVE
 • 1.4K
 • 459
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.9K
  Shares