ભાજપમાં હુંસાતુંસીને કારણે ઇતિહાસમાં પહેલીવાર શપથવિધિ અટકી: રિપીટ થવા ભાજપની ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

બુધવારે શપથવિધિ થવાની હતી પણ ભાજપમાં હુંસાતુંસીને કારણે ઇતિહાસમાં પહેલીવાર અટકી

હવે આજે ૧ઃ૩૦ વાગે રાજભવન ખાતે શપથવિધિ યોજાશે । નવી સરકારમાં ‘તમે નથી’ એવું સાંભળી રૃપાણી સરકારનાં મંત્રીઓએ ઔકહ્યું- અમારો વાંક શું, ગુનો શું? । રૃપાણીના બંગલે અડધો ડઝનથી વધુ પૂર્વ મંત્રીઓએ ધારાસભ્યપદેથી રાજીનામાની ચિમકી આપી

ગુજરાત ભાજપમાં વિદ્રોહના ડરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં મંત્રીમંડળની રચના માટે બુધવારે યોજાનારી શપથવિધિ લટકી પડી છે. મંત્રીમંડળ માટે ‘નો-રિપીટ’ થિયરીને આગળ ધરતા ભાજપમાં અસંતોષની સ્થિતિ સર્જાતા દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યમાં શપથવિધિનો કાર્યક્રમ નિિૃત થઈ ગયા પછી મોકૂફ રહ્યો અને એક દિવસ પાછો ઠેલાયો છે. હવે ગુરૃવારે બપોરે ૧-૩૦ કલાકે રાજભવનમાં પદ અને ગોપનીયતાના સોગંદ લેશે. જોકે  ‘નો-રિપીટ’ મુદ્દે ભાજપમાં આ લખાય છે ત્યારે પણ મૂંઝવણભરી સ્થિતિ ઔપ્રવર્તે છે.

ભાજપમાં રૃપાણી સરકારનાં રાજીનામાની સાથે જ ગરમાયેલંુ રાજકારણ મંગળવારની રાતથી વધુ ભડકે બળ્યંુ છે. ધારાસભ્યોેને બુધવારે ૧૦ વાગ્યે ગાંધીનગર હાજર થવાના આદેશો વચ્ચે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે રૃપાણી સરકારના મંત્રીઓને એક પછી એક ‘નવી સરકારમાં તમે નથી’ એમ કહેવામાં આવતા બુધવારે સવારથી જ નારાજગી શરૃ થઈ હતી.

જવાહર ચાવડા, ગણપત વસાવા, ઈશ્વર પરમાર, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, બચુ ખાબડ, વિભાવરી દવે, વાસણ આહિર, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અનેક મંત્રીઓ ઝ્રસ્ હાઉસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી આગળ ‘અમારો વાંક શું ? ગુનો શું’ની પસ્તાળ પાડી હતી. અડધો ડઝન મંત્રીઓએ તો ધારાસભ્યપદેથી જ રાજીનામાં આપવાની ચીમકીઓ આપ્યાનું કહેવાય છે. એટલંુ જ નહીં, કોંગ્રેસમાંથી આવીને મંત્રીપદ ભોગવનારાઓએ ‘કમિટમેન્ટનું શું ?’ એવા પ્રશ્નો ઊભા કરતા આખોય મામલો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. આથી, બુધવારની શપથવિધિ ગુરુવાર ઉપર ઠેલાઈ છે.

અધૂરામાં પૂરું ગુજરાતમાં અગાઉ કોઈ પણ સરકારમાં મંત્રી રહેલા સામે પણ નો-રિપીટ થિયરી લાગુ કરતા આત્મારામ પરમાર, સી.કે.રાઉલજી, કિરીટસિંહ રાણા જેવા પૂર્વ મંત્રીઓ પણ રોષે ભરાયા છે. જો કે, હાઈકમાન્ડ ચૂંટણીમાં ઊતરતા પહેલાં ૧૪ મહિનાની નવી સરકારમાં એક પણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવા માટે મક્કમ છે. આથી, ગુુરુવારે ભાજપમાં તમામ ફ્રેશર્સ સ્ન્છને મંત્રીપદ મળશે તે નિિૃત મનાય છે.

સેક્ટર- ૯ના બંગલે મીડિયા સાથે ઔપચારિક વાત કરતા પાટિલને શપથવિધિમાં ફેરફાર સંદર્ભે પુછાયું ત્યારે તેમણે ”તેના કારણો મારી પાસે છે અને તે જાહેર કરવાના ન હોય” એમ કહ્યું હતું. ૨૭ને (મંત્રી) લેવાના છે એટલે તેની પ્રક્રિયા કરવાની હોય છે. નારાજ છે તેમને મનાવવાના પ્રયત્નો ચાલુ છે એમ કહેતા તેમણે સ્થાનિક ચૂંટણીઓમાં ‘નો-રિપીટ’ થિયરી અપનાવી તેના સારા પરિણામો આવ્યાનું ઉમેર્યુ હતું.      

ભાજપના ધારાસભ્યોને બુધવાર સવારે હાજર થવાના ફરમાનથી સંભવિત મંત્રીઓ, નો-રિપીટથી પીડિત મંત્રીઓના સમર્થકો રાજ્યભરમાંથી ગાંધીનગરમાં આવી રહ્યા હતા. જેના કારણે મંત્રી નિવાસ, સ્ન્છ ક્વાર્ટસમાં ટોળેટોળા થતા કંઈક અજુગતંુ થાય તે પહેલાં જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. એમ છતાંયે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભાજપ, સમર્થકો અને સમાજ સંગઠનોથી ભારે વિરોધ થયો છે.

દિલીપ ઠાકોર નહીં તો પાટણમાં ભાજપ નહી

રૃપાણી સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી રહેલા દિલીપ ઠાકોરને પડતા મૂકવાના નિર્ણયથી પાટણ જિલ્લા ભાજપ ભડકે બળ્યંુ છે. હારિજમાં ભાજપના અનેક પદાધિકારીઓએ વિરોધ પ્રદર્શન કરીને રાજીનામાની ચીમકી આપી હતી.

કુંવરજીને કઢાશે તો કોળીઓ આંદોલન કરશે

કોંગ્રેસમાંથી આવેલા કુવરંજી બાવળિયાના સમર્થનમાં  અખિલ ભારતીય કોળી સમાજેે ઁસ્ને પત્ર લખી કુંવરજીને મંત્રીપદે યથાવત્ રાખવા માગણી કરી છે. જો તેમ નહીં થાય તો આંદોલન કરાશે અને ચૂંટણીમાં અસર  થશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

રાદડિયાનાં સમર્થનમાં જેતપુરમાં યુવાનો એકત્ર

કેબિનેટમંત્રી જયેશ રાદડિયાના સમર્થનમાં જેતપુર, ધોરાજીમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. રાજકોટથી પોરબંદરના પટ્ટામાં પકડ જમાવતા રાદડિયા પરિવારને અન્યાય થશે તો સાંખી નહીં લેવા તેવી ચીમકી આપી છે.

ભાજપમાં અસંતોષની નોંધ હાઈકમાન્ડ લે તો કેટલાક મંત્રી રિપીટ થશે

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ‘નો-રિપીટ થિયરી’ને લઈ આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે, જેના કારણે શપથવિધિ ગ્રહણનો કાર્યક્રમ જ રદ કરવો પડયો છે, ભાજપના મંત્રીઓના આંતરિક ભડકા-અસંતોષની રજૂઆતો ભાજપના દિલ્હી દરબાર સુધી પહોંચી છે અને રજૂઆતોનો દોર ચાલ્યો છે. આમાં કેટલાક અનુભવી અને પોતપોતાના વિસ્તાર, જ્ઞાાતિ, સમાજમાં ખાસ્સું વર્ચસ્વ ધરાવનારા છે. ચૂંટણીમાં વિજયના લક્ષ્યને ધ્યાને લેવો હોય અને હાઈકમાન્ડ આ પરિપ્રેક્ષ્યમાં વિચાર કરે તો આવા જૂજ મંત્રીઓને પુનઃ મંત્રીમંડળમાં સ્થાન આપી ઔ’નો-રિપીટ થિયરી’માં અપવાદ અપનાવાશે તેમ પણ સૂત્રો ઔમાને છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •