ભાજપ સાંસદ મનસુખ વસાવા એ છોટુ વસાવા ને બીટીપી છોડીને ભાજપ માં આવેલ લોકો માટે એવુતો શું કીધું? જાણો

SHARE WITH LOVE
 • 106
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  106
  Shares

માનનીય છોટુભાઈ તમારો વિડીયો મેં ખુબ જ શાંતિથી સાંભળ્યો, તમારી વાત 100% ટકા સાચી છે કે બી.ટી.પી. માંથી કેટલાક આગેવાનો ભાજપમાં આવ્યા છે, તેઓએ ઝઘડિયા તાલુકામાં વિકાસ માટેની ગ્રાન્ટ વર્ષોથી લૂંટતા આવ્યા છે અને એના જ કારણે ઝઘડીયા તાલુકાનો જે રીતે વિકાસ થવો જોઇએ એ રીતે વિકાસ થયો નથી.

પરંતુ તેના માટે તમારી પાર્ટી પણ એટલી જ જવાબદાર છે. જે તે સમયે આવા લોકો ઝઘડીયા તાલુકાને લૂંટતા હતા, ત્યારે તેમને તમારે રોકવા જોઈતા હતા. પરંતુ તમે હવે ચિંતા કરશો નહીં, ગુજરાતમાં અને દેશમાં ભાજપનું શાસન છે અને ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, જે પાર્ટી પારદર્શક વહીવટમાં માને છે. ભૂતકાળમાં જે પ્રકારે ઝઘડિયા વિધાનસભાના ત્રણેય તાલુકામાં ઉઘાડી લૂંટ ચાલી હતી તેવી લૂંટ અમે કોઈપણ સંજોગોમાં ચાલવા નહીં દઇએ.

જે લોકો બી.ટી.પી. છોડીને ભાજપમાં આવ્યા છે, તેઓએ પણ પાર્ટીના હિતમાં અને મર્યાદામાં રહેવું પડશે અને ગરીબો માટેની વિવિધ ગ્રાન્ટો જે તાલુકામાં આવવાની છે એના માટે આપ પણ માનનીય ધારાસભ્યશ્રી છો. વિકાસની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય રીતે વપરાય તે જોવાની તમારી પણ જવાબદારી છે, આપણે બધા સાથે મળીને સરકારી ગ્રાન્ટનો સદ ઉપયોગ થાય તેની કાળજી રાખીશું.

પરંતુ સમયની સાથે P&K કંપની પર તમે જે આરોપ મૂકો છો, તેમનું ભવિષ્યમાં ઉપરાણું લેતા નહીં. અમે ક્યારેય પણ P&K કંપનીને ઝઘડિયા તાલુકો લૂંટવા નહીં દઈશું, તેની હું સંપૂર્ણ ખાત્રી આપું છું. મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય ભરૂચ લોકસભા

Source:


SHARE WITH LOVE
 • 106
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  106
  Shares