ભાજપ CM બદલશે તેવી અટકળો બાદ ધારાસભ્યોમાં ખળભળાટ, ડિનર મીટિંગ રદ્દ થતાં ઉઠી રહ્યા છે સવાલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • ભાજપના ધારાસભ્યોનો જમણવાર મૌકુફ
 • ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી- સૂત્રો
 • કેન્દ્રીય નેતૃત્વએ તેમને પદ પર બની રહેવા કહ્યું છે- યેદિયુરપ્પા

ભાજપના ધારાસભ્યોનો જમણવાર મૌકુફ

નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવનારા રાતના જમણવારને મૌકુફ કરી નાંખવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. યેદિયુરપ્પા તેમની સરકારને બે વર્ષ પુરા થવાના પ્રસંગે 25 જુલાઈએ ધારાસભ્યોનું ડિનર રાખવાના હતા.

ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી- સૂત્રો

સત્તાવાર સૂત્રોનાએ આ કાર્યક્રમ મૌકુફ કરવાના કારણોનો ખુલાસો કર્યા વગર રાતના જમણવારની નક્કી બેઠક મોકુફ કરી દેવામાં આવી છે અને નવી તારીખ હાલ નક્કી નથી કરવામાં આવી. જમણવારને સાંજના લગભગ 7 વાગ્યે એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. પહેલા એવા સમાચાર હતા કે ધારાસભ્ય દળની બેઠક 26 જુલાઈએ 2 વર્ષ પુરા થવાના પ્રસંગે બોલાવવામાં આવશે. આ દરમિયાન નેતૃત્વ પરિવર્તનની અટકણો પર કેટલીક સ્પષ્ટતાની આશા હતી. જો કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી.

આવતા 26 જુલાઈએ સરકારમાં પોતાના 2 વર્ષ પુરા થવા પર યેદિયુરપ્પાએ ગત અઠવાડિયે દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને રક્ષા મંત્રી તથા ભાજપના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. પ્રવાસથી એવી ચર્ચા હતી કે પાર્ટી હવે નેતૃત્વ પરિવર્તનની યોજના પર કામ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીથી પાછા ફરવા પર યેદિયુપ્પાએ તમામ સમાચારોને ફગાવતા કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ તેમને પદ પર બની રહેવા કહ્યું છે.

બીએસ યેદિયુરપ્પાના સંભવિત ઉત્તરાધિકારી કોણ?

ભાજપમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે યેદિયુરપ્પાની વિદાઈ થઈ શકે છે, તો પાર્ટીની અંદર એ વાતનો પણ અંદાજ લગાવવામાં આવે છે કે તેમના શક્ય ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે. લિંગાયત ગ્રપના 78 વર્ષીય નેતા યેદિયુરપ્પાના ઉત્તરાધિકારીના નામને લઈને અદાજા લગાવાઈ રહ્યા છે.

કર્ણાટકમાં વીરશૈવા- લિંગાયત ગ્રુપની જવાબદારી 16 ટકા

એવું મનાઈ રહ્યું છે કે ભાજપ પાર્ટી નેતૃત્વમાં પેઢીગત ફેરફાર અને સત્તામાં શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઈચ્છે છે.પરંતુ ફેરફારના રુપમાં રાજ્યમાં એવા નેતાઓની શોધ ક્યારેય સરળ નહીં રહે જે નિર્વિવાદ જન નેતા હોય. ભાજપને નેતૃત્વ પરિવર્તનની સાથે સંતુલન પણ બનાવશે, કેમ કે આ પગલુ ભરતા સમયે એ વાતનું ધ્યાન રાખવુ પડશે કે આ પગલાથી તેનો મૂળ મતદાતા આધાર વિશેષ કરીને વીરશૈવ લિંગાયત સમુદાય નાખુશ ન થઈ જાય જેના પર યેદિયુરપ્પાનો ખાસ પ્રભાવ છે. એક અંદાજા મુજબ વીરશૈવ લિંગાયત સમુદાયની ભાગીદારી 16 ટકા છે. જે ભાજપના મૂળ મતદાતાનો આધાર છે. આ વર્ગ યેદિયુરપ્પાને બદલવાના પક્ષમાં નથી.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •