ભારતના જેમ્સ બોન્ડની કમાલ! આ કારણે ભારતને વેક્સિનનો કાચો માલ આપવા રાજી થયું અમેરિકા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમેરિકાએ ભારતને રસી માટે કાચો માલ મોકલવાની તૈયારી બતાવી છે જાણો જેનો તમામ યશ અજીત ડોભાલને કેમ અપાઈ રહ્યો છે.

 • સોશિયલ મીડિયા પર આને અજીત ડોભાલની કમાલ માનવામાં આવી રહી છે
 • ટ્વીટર પર #AjitDoVal ટ્રેડ કરવા લાગ્યા છે
 • કહેવામાં આવી રહ્યુ છે કે ભારતના જેમ્સ બોન્ડે ફરી કરી બતાવ્યુ

અમેરિકા જ્યારે કોવિડ રસીના કાચા માલ પર કુંડલી મારીને બેસી ગયો તો ભારત જ નહીં ખુદ અમેરિકાની અંદર ખામી પેદા થવા લાગી. આખરે અમેરિકાને કહેવું પડ્યુ કે મહામારીની લડાઈમાં અમે ભારતની સાથે ઉભા છીએ અને જલ્દી રસી માટે કાચો માલ પણ મોકલવામાં આવશે.

અમેરિકાએ ક્યારે આવું કહ્યું?

અમેરિકાનું આ વલણ ત્યારે સામે આવ્યુ છે જ્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)એ પોતાની અમેરિકન સમકક્ષ જૈક સુલિવાનની સાથે વાતચીત કરી. બન્ને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ફોન પર થયેલી વાતચીત બાદ વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એમિલી હોર્ને કહ્યુ કે જે રીતે ભારતે અમેરિકાને તે સમયે મદદ મોકલી હતી. જ્યારે અમારી હોસ્પિટલો મહામારીની શરુઆતના તબક્કામાં લડી રહી હતી. આ જ રીતે અમેરિકા પણ જરુરિયાતના સમયે ભારતને મદદ કરવા પ્રતિબદ્ધ છે.

ભારતના જેમ્સ બોન્ડની કમાલ?

ભારતે અમેરિકા પાસે કોવિશીલ્ડ રસીના ઉત્પાદન માટે કાચો માલ પુરો પાડવા વિનંતી કરી હતી. હોર્ને કહ્યુ કે ભારતના ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને બચાવવા અને કોરોનાના દર્દીઓની સારવાર માટે જરુરી વેન્ટિલેટર્સ, પીપીઈ કિટ્સ, રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ કિટ્સ વગેરે પણ તાત્કાલિક પુરી પાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતને તાત્કાલિક ઓક્સિજન જનરેશન અને તેમની સાથે જોડાયેલી સપ્લાય આપવા માટે વિકલ્પો પર કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આને અજીત ડોભાલની કમાલ માનવામાં આવી રહી છે. ટ્વીટર પર #AjitDoVal ટ્રેડ કરવા લાગ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે ભારતના જેમ્સ બોન્ડે ફરી કરી બતાવ્યુ.

ટ્વીટર પર ડોભાલનો જયકાર

ટ્વીટર યુઝર્સ શ્રદ્ધાએ લખ્યુ કે એમએસએ અજિત ડોભાલે મોર્ચો સંભાળતા જ અમેરિકા કોવિશીલ્ડનો કાચો માલ ભારત મોકલવા તૈયાર છે.

એક યુઝર્સે લખ્યુ, અઝિત ડોભાવે દેશ માટે ફરી કરી બતાવ્યુ. અમેરિકા 5 ટન ઓક્સિજન ભારતને મોકલી રહ્યુ છે.

અમેરિકા ભરોસા પાત્ર નથી

એક યુઝર્સે કહ્યુ કે અમેરિકા પર ભરોસો ન કરવો જોઈએ. તેમણે કહ્યુ કે એનએસએ અજિત ડોભાલ જીએ અમેરિકા સમકક્ષ સાથે વાત કરી. તે ભારતને રસી ઉત્પાદન માટે જરુરી કાચો માલ આપવા સહમત થઈ ગયા, પરંતુ આપણે ધ્યાન રાખવુ જોઈએ કે આપણે રક્ષા સહિત કોઈ પણ આપૂર્તિને લઈને અમેરિકા પર ભરોસો ન કરી શકીએ. તે રસીનો મોટો ભાગ માંગશે.

ડોભાલને ભારત રત્ન આપવાની માંગ

એક અન્ય યુઝર્સે અજિત ડોભાલનો એક પ્રખ્યાત વીડિયો શેર કરતા લખ્યુ કે દુનિયા ભારતની સાથે ઉભુ છે. જર્મની, ડેનમાર્ક, રશિયા, યુકે, સાઉદી…તમામ દેશોએ ચિકિત્સા ઉપકરણોના માધ્યમથી ભારતની મદદ શરુ કરી દીધી છે. વિદેશી નીતિ પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. ટ્વિટર પર ડોભાલે ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઉઠી છે. એક યુઝર્સે ડોભાલની તસ્વીર ટ્વીટ કરી આ વ્યક્તિ ખરેખર ભારત રત્નની હકદાર છે. આ ભારતના અસલી રત્ન છે. જય હિંદ.

યશ કુમાર સિંહે લખ્યુ અમેરિકાએ પહેલા ભારતને રસી માટે કાચો માલ આપવાથી ઈનકાર કરી દીધો હતો. એ બાદ અજિત ડોભાલ અને અમેરિકન એનએસએની વચ્ચે વાતચીત થઈ અને અમેરિકા કાચો માલ આપવા તૈયાર થઈ ગયો. અજિત ડોભાલ ખરેખર ભારતનું હૃદય છે.

આ રીતે અમેરિકાએ નિરશ વલણ દાખવ્યુ હતુ

નોંધનીય છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને અરજ કરી હતી કે અમેરિકા રસીના કાચા માલ પર લાગૂ વ્યાપારિક પ્રતિબંધોને હટાવે. અદાર પૂનાવાલાએ એક ટ્વીટ કરતા કહ્યુ હતુ કે આદરણીય રાષ્ટ્રપતિ, જો અમે અમેરિકાની બહાર રસી ઈન્ડસ્ટ્રી તરફથી આ વાયરસને ખતમ કરવા માટે હકિકતમાં એક જૂથ છીએ તો હું તમને વિનમ્રતાપૂર્વક અમેરિકાની બહાર કાચામાલની નિકાસ પર પ્રતિબંધ હટાવવાના વિનંતી કરીએ છીએ. આનાથી રસીનું ઉત્પાદન વધી શકે છે. તમારા પ્રશાસનની પાસે ડિટેલ્સ છે. જો કે અમેરિકાને કોઈ ફરક ન પડ્યો. આ કારણે ભારતમાં અમેરિકા પ્રત્યે અસંતોષ ઉભો થઈ રહ્યો હતો. અમેરિકામાં રહી રહેલા ભારતવંશીઓની વચ્ચે ભારે નારાજગી પેદા થઈ રહી હતી. અમેરિકન ભારતીય સમુદાયે અમેરિકન પ્રશાસનના આ વલણની નિંદા શરુ કરી દીધી હતી. આ દરમિયાન અજિત ડોભાલ અને જૈક સુલિવાનની વચ્ચે થયેલી વાતચીતે સંબંધમાં જામેલી બરફ પિગળાવી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •