મગફળીના ઢગલે ઢગલા: જામનગરના હાપા યાર્ડમાં મગફળીની 63 હજાર મણની વિપુલ આવક, મણ દિઠ રૂ. 950થી 1300 ભાવ મળ્યો

SHARE WITH LOVE

જામનગર

  • હાપા માર્કેટિંગ યાર્ડમાં 400થી વધુ વાહનો અને 500થી વધુ ખેડૂતો આવી પહોંચ્યા
  • હાપા યાર્ડમાં ગુજરાતના સૌથી વધુ ભાવ મગફળીના ખેડૂતોને મળી રહ્યા : સેક્રેટરી
  • તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની મોટાપાયે ખરીદી કરવામાં આવી

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે સોમવાર રાત્રીથી આજે મંગળવારની સવાર સુધીમાં માત્ર 12 કલાકમાં મગફળીની ગુણોની મોટા પ્રમાણમાં આવક થઈ છે.

ત્યારે છુટી મગફળીની આવક ચાલુ રાખવામાં આવતાં 36 હજાર ગુણોની મગફળીની આવક થઈ છે. જેના મણના રૂ. 1000થી 1300 સુધીના ભાવે સોદા પહોંચ્યા છે. જ્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ભાવ રૂા. 950થી 1665 સુધીના મળ્યા હતા. તેમજ તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની મોટાપાયે ખરીદી કરવામાં આવી હતી. જેને કારણે મગફળીની અમુક જાતોના ભાવ ઘણા ઉંચા મળ્યા હતા.

જ્યારે આજે મંગળવારે વહેલી સવારે જ માર્કેટિંગ યાર્ડ હાપા પાસે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી સાથે માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. જ્યારે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. નોંધનીય છે કે ગઈકાલે સોમવારની રાત અને આજે મંગળવારની સવાર સુધીમાં મગફળીની 36 હજાર ગુણ અને 63 હજાર મણની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રાત્રે 8:00 વાગ્યાથી આજ સવાર સુધી મગફળીની આવક ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં 400થી વધુ વાહનો અને 500થી વધુ ખેડૂતો પોતાની મગફળીની જણસ લઈને આવી પહોંચ્યા હતા.

જ્યારે મણની વાત કરીએ તો માત્ર 12 કલાકમાં જ મગફળીની 63 હજાર મણની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં હાલ જ્યારે હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારે હરાજીમાં મગફળીના રૂ. 1000થી રૂ. 1300 સુધી મણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ રીતે આખી સિઝન દરમિયાન જામનગર માર્કેટિંગ યાર્ડ હાપામાં ગુજરાતના સૌથી વધુ ભાવ મગફળીના ખેડૂતોને મળી રહ્યા છે. તમિલનાડુના વેપારીઓની મોટા પ્રમાણમાં ખરીદીના કારણે જામનગરના યાર્ડમાં ઊંચા ભાવો મળી રહ્યા છે એમ જામનગર માર્કેટીંગ યાર્ડ હાપાના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE