મધ્યપ્રદેશના સીએમ સાહેબને સર્કિટ હાઉસમાં રાત્રે મચ્છર કરડ્યું તો અધિકારીને કરી નાખ્યા સસ્પેન્ડ

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

મધ્યપ્રદેશના સીધીમાં થયેલી રોડ દુર્ઘટનામાં તમામ લોકો આઘાતમાં છે. પરંતુ સીધીના તંત્રના અધિકારીઓને આ ઘટનાનો બેવડો ફટકો પડ્યો છે.

 • મધ્યપ્રદેશના સીધીમાં મોટા રોડ અકસ્માતની ઘટના બની હતી
 • દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પીડીત પરિવારને મળવા પહોંચ્યા હતા મુખ્યમંત્રી
 • મુખ્યમંત્રી જ્યાં રાત્રે વિશ્રામ કરવા રોકાયા ત્યાં અસુવિધા અને જાળવણીમાં બેદરકારી સામે આવી

સીધી દુર્ઘટના બાદ સીધાના અધિકારીઓને પહેલા તો ઘટનાની જવાબદારી તેના પર આવી ગઇ અને બાદીમાં બીજી તરફ મુખ્યમંત્રીના સીધી પ્રવાસથી તેમની ઉંઘ ઉડી ગઇ.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સીધી ઘટનાની માહિતી લેવા પહોંચ્યા હતા અને તેના કારણે તેમને સીધીના સર્કિટ હાઉસમાં રોકાવાનું હતું.

મુખ્યમંત્રીના રોકાવા સંબંધિત તમામ સૂચનાઓ પહેલાથી જ સર્કિટ હાઉસના પ્રભારી બાબૂલાલ ગુપ્તાને આપવામાં આવી હતી. પરંતુ હવે મુખ્યમંત્રી રાતે વિશ્રામ માટે તેઓ પહોંચ્યા તો આસપાસ સફાઈનો અભાવ જોવા મળ્યો અને પાણીના ટેંક ઓવર ફ્લો થઇ રહ્યા હતા. એટલું જ નહીં, જે રૂમમાં મુખ્યમંત્રીના વિશ્રામ માટે તૈયાર કરાયો હતો, તેમાં એટલા બધા મચ્છર હતા કે મુખ્યમંત્રીને રાત્રે સુવાનું મુશ્કેલ થઇ ગયું.

સર્કિટ હાઉસના પ્રભારી દ્વારા કર્તવ્યોને યોગ્ય રીતે ન નિભાવવામાં આવ્યા અને મુખ્ય અતિથિને જે પ્રકારની સુવિધાઓ મળતી હતી, તેમાં અસુવિધાઓ થઇ અને રૂમની જાળવણી યોગ્ય નહોતી.

આ બેદરકારી રીવા કમિશનર રાજેશ જૈન અને સર્કિટ હાઉસને બહુ ભારે પડી. મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા રીવા કમિશનરને જોરદાર ફટકાર લગાવી અને બાબૂલાલ ગુપ્તાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા જ્યારે કાર્યકારી ઇજનેર જાહેર બાંધકામ વિભાગ દેવેન્દ્ર કુમારની 2 વાર્ષિક વૃદ્ધિ રોકવાનો આદેશ આપ્યો.

Source link


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares