મનસુખ વસાવાના રાજીનામાના સમર્થન માં ભાજપના હોદ્દેદારો સહીત ૨૯ સક્રિય કાર્યકરોના રાજીનામા. હજી વધુ રાજીનામાં ની ભીતિ…

SHARE WITH LOVE
 • 1.7K
 • 705
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.4K
  Shares

ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ના રાજીનામા પછી ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ભાજપ (BJP) માં ઘણા રાજીનામાં પડે તેમ છે 

ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ના રાજીનામા પછી નર્મદા જિલ્લા ભાજપ રાજકારણમાં સન્નાટો છવાઈ ગયો છે.મનસુખ વસાવાના રાજીનામાની ખબર પડતા જ મનસુખ વસાવાના નિવાસ્થાને રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા અને તેમને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.જોકે સર્કિટ હાઉસ ખાતે મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની બીમારીનું કારણ રજૂ કર્યું હતું.જેને કારણે પોતે રાજીનામું આપ્યું હોવાનું કારણ જણાવ્યું હતું.જેમાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર સામે કોઈ જ વાંધો કે પ્રશ્ન નથી એવી પણ સ્પષ્ટતા કરી હતી.તેમણે પોતાની શારીરિક તકલીફની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તમને પીઠમાં અને મણકાની તકલીફ હોવાથી લાંબો પ્રવાસ કરી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.ખાસ કરીને ચૂંટણીઓ નજીક આવતી હોવાથી તેમને વારંવાર પ્રવાસ કરવો પડે છે.તેમના માટે સારીરીક રીતે કષ્ટદાયક હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ મનસુખભાઈ ના રાજીનામાના ઘેરા પ્રત્યાઘાતો નર્મદા જિલ્લા માભારતીય જનતાપાર્ટી છાવણીમાં પણ પડયા હતા.જેના પગલે સાગબારા તાલુકા માંથી ૨૭ જેટલા કાર્યકરો આગેવાનોએ રાજીનામા ધરી દીધા હતા.સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ મોતીસિંહ વસાવાએ પોતાના લેટર સાગબારા તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રી માજી,પ્રમુખ તાલુકા જિલ્લા પ્રમુખ સહિત ૨૭ જેટલા હોદ્દેદારોનીસહી સાથે નો એક રાજીનામા નો પત્ર મનસુખભાઈના રાજીનામાના સમર્થનમાં  જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને સુપરત કર્યો હતો.હજી પણ આગળ આવવા વધુ બીજા રાજીનામા પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.જોકે હવે આગળ મનસુખભાઈ.પોતાનુ રાજીનામું પાછું ખેંચે છે કે નહીં તે હવે જોવું રહ્યું.બીજી તરફ મનસુખભાઈ ના રાજીનામાથી ગુજરાત સરકારમાં પણ હલચલ મચી જવા પામી હતી.

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુખ્યમંત્રી સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી જેને પગલે સરકારમાં આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ થયો હતો.મનસુખ વસાવાના રાજીનામા પગલે સરકાર પણ એક્શનમાં આવી ગઈ હતી અને ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરૂ થયો હતો જેમાં મંત્રીશ ગણપત વસાવા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.જેમાં મહત્વનો મુદ્દો ઈકો સેન્સીટીવ ઝોન આ પ્રશ્ને ચર્ચા હાથ ધરાઈ હતી.જે મુદ્દે મનસુખભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો હતો તે મુદ્દાને હવે ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આદિવાસી વોટબેંક ગણાતા આ મુદ્દો નર્મદા ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ તેના પડઘા પડે તેમ હોય સત્વરે આ પ્રશ્નોનો નિકાલ આવે તે અંગે બેઠકોનો દોર શરૂ થયો હોવાનું જાણવા મળેલ છે.


SHARE WITH LOVE
 • 1.7K
 • 705
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.4K
  Shares