મનસુખ વસાવા એ કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરનું બાંધકામનું જાત નિરીક્ષણ કર્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરનું બાંધકામનું કામ જીતગઢ થી ગુવાર સુધી ચાલી રહયું છે તેનું જાત નિરીક્ષણ કર્યું. આ કામ કરોડો રૂપિયાના ખર્ચે થનાર છે. છેલ્લા ૧૦ વર્ષથી કેનાલો તૂટી જવાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હતું અને ઘણા વર્ષો પછી નવેસરથી આ કેનાલોનું કામ થઈ રહયું છે, તો પાછલા વર્ષોની જેમ ફરી કેનાલના કામમાં તકલાદી કામગીરી ન થાય અને કામની ગુણવતા સારી જળવાય રહે તથા ફરી ખેડૂતોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતોઓએ હાલમાં કેનાલના કામમાં પીચિંગ કરવાનું કામ ચાલુ છે, તેમાં બરાબર પાણી છાંટવામાં આવતું નથી અને તેના લીધે કામની બરાબર ગુણવતા જળવાતી નથી, તેવી વગેરે બાબત ખેડૂતોને ધ્યાને આવતા, આ વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતો પાસેથી આ બાબતની મને રજુઆત મળતા.

આ રજુઆતના આધારે મેં તાત્કાલિક ધોરણે આ વિસ્તારના આગેવાનો તથા ભાજપ અગ્રણીશ્રી રાજુભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ વસાવા તથા ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલની સાથે આ કેનાલના કામનું જાતે નિરીક્ષણ કર્યું અને રજુઆત કરનાર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યુ કે કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવે અને કામ બરાબર થાય અને કામની ગુણવત્તા જળવાય રહે, બરાબર પાણી છાંટવામાં આવે તથા ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોના હિતમાં કેનાલનું કામ સારૂ અને ગુણવત્તાવાળું કરવામાં આવે, તે માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરીશુ.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •