મલ્ટીપલ વેરિયન્ટ અને ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન વિરૂદ્ધ પણ અસરકારક છે ‘કોવેકસીન’

SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares

નવી દિલ્હી તા. ર૧ : કોરોના મહામારી દરમ્યાન રાહતની વાત એ છે કે મલ્ટીપલ વેરિએન્ટ અને ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન પર કોરોનાની વેકસીન ‘કીવેકસીન’ અસરકારક છે.ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચની સ્ટડીમાંએ જાણવા મળ્યું છે કે આઇસીએમઆર દ્વારા કોવેકસીન એસએઆરએસ કોવીડ-ર ના મલ્ટી વેરીએન્ટ અને ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન વિરૂદ્ધ પણ કારગર છે ઉલ્લેખનીય છે કે કોવેકસીન દેશમાં નીર્માણ થયેલી રસી છે. અને તેને આઇસીએમઆર અને ભારત બાયોટેકે વિકસિત કરી છે. એવા સમયે જયારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા તેજીથી વધી રહી છે સરકારનું ધ્યાન દેશના વધુને વધુ કોરોના રસી લગાવવા પર ધ્યાન કેન્દ્રીત છે કોરોના રસીકરણનું ત્રીજુ ચરણ ૧ મેથી પ્રારંભ થશે અને તેનાં ૧૮ કે તથી વધુ ઉંમરના લોકોને રસી અપાશે.
દેશમાં રસીકરણના અભિયાનને સમર્પીત આપવા માટે ભારત બાયોટેક આવતા મહીને કોરોના રસી ‘કોવેકસીન’ની ત્રણ કરોડ વ્યુરાકનું ઉત્પાદન કરશે. ભવિષયમાં સપ્લાય વધારવા સરકારે સીરન ઇન્સ્ટીટયુટ ઇન્ડીયા અને ભારત બાયોટેક ૪પ૦૦ કરોડની એડવાન્સ ચુકવણીને મંજુરી આપી દીધી છે.

Source link


SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares