મહત્વનો નિર્ણય, કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવતા આ ચાર્જ પર હવેથી નહીં લાગે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

GST કાયદા હેઠળ ખાતાના અધિકારીઓને અમર્યાદીત સત્તા આપવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ સપ્લાયર દ્વારા GST હેઠળ કપાયેલ TDS ના રિફંડની અરજી કરવામાં આવેલ હોય અને બધા જ દસ્તાવેજ અને આનુષાંગિક પુરાવા આપેલ હોય તેમ છતા સપ્લાયરને ટટળાઈ દેવામાં આવે છે અને કેશ લેજરમાં જમા રકમના રિફંડની અરજીમાં ક્રેડીટ લેજરની વેરાશાખ બાબતે અટકળો કરી ખૂબ જ વિલંબ કરવામાં આવે છે.
સપ્લાયર લાચાર છે અને રાજા જેમ કહે તેમ પ્રજાને વર્તવાનું છે.

ખાતા દ્વારા કોઈ ચૂકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવેલ હોય અને જો તે ચૂકાદાના અમલ માટે કોઈ સ્ટે આપેલ ના હોય તેવા કિસ્સામાં વેપારીને વેરો ભરવા માટે આગ્રહ રાખવામાં આવે છે. ખેર અંધેરી નગરી અને ગંડૂ રાજા. GST માં તમામ વ્યવહાર ઉપર વેરો ભરવાનો એમ માન્યતા સાથે કલમ ૭ હેઠળ વ્યાપક જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત એડવાન્સ રૂલિંગ ઓથોરીટી (એ.એ.આર.) દ્વારા મે. ટાટા મોટર્સ લી.ની અરજીમાં કર્મચારીઓ પાસેથી વસુલવામાં આવતી ખાવા-પીવાની રકમ ઉપર GST ભરવા બાબતે ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવે છે.

કેસની હકીકત

અરજદાર એકમ પોતાના કર્મચારીઓ અને ફેકટરીઝ એક્ટ ૧૯૪૮ હેઠળ ફેકટરીમાં કેન્ટીનની સુવિધા રાખી છે. અરજદારને આ કેન્ટીન સુવિધા રાખવી ફરજીયાત છે અને કર્મચારીઓ પાસેથી દર મહિને ટોકન રકમ વસુલવામાં આવતી હોય છે. કેન્ટીનના વપરાશ પેટે અરજદાર દ્વારા એ.એ.આર.ને પ્રશ્ન પૂછવામાં આવેલ કે શું તે કેન્ટીનની વેરાશાખ ભોગવી શકે ખરા અને જે રકમ કર્મચારી પાસેથી વસુલવામાં આવતી હોય કેન્ટીનની સુવિધા વાપરવા બદલ તે રકમ ઉપર GST ભરવાનો થાય ખરો કે કેમ.

અરજદારની રજૂઆત

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે કલમ ૧૭ (૫) (બી)ના પ્રોવાઇઝરો હેઠળ જ્યારે કોઈપણ કાયદા હેઠળ જ્યારે એમ્પ્લોયરને કર્મચારી માટે કેન્ટીનની સુવિધા પૂરી પાડવી ફરજીયાત છે ત્યારે તેની વેરાશાખ મળવાપાત્ર છે. તદઉપરાંત સરકાર દ્વારા તારીખ ૧૦ જૂલાઈ ૨૦૧૭ના રોજ પ્રેસ રિલિઝમાં ચોખવટ કરવામાં આવી હતી કે જ્યારે એમ્પ્લોયર કોઈ સુવિધા સેવા કર્મચારીને આપે છે તેવા વ્યવહાર સપ્લાય ગણાશે નહીં. કર્મચારી પાસેથી વસુલવામાં આવતી રકમ સપ્લાયની વ્યાખ્યામાં સમાવેશ થાય નહી અને આવો સમાંતર નિર્ણય મહારાષ્ટ્રના એ.એ.આર દ્વારા જોટૂન ઇન્ડિયા પ્રા. લી. (2019-TIDL-312-AAR-GST) માં આપવામાં આવેલ. વધુમાં જો અરજદારને વેરાશાખ મળવાપાત્ર ના હોય તો શું કર્મચારી પાસેથી વસુલ કરેલ રકમના પ્રમાણમાં મળવાપાત્ર થાય ખરી.

એ.એ.આર.નો ચૂકાદો

એ.એ.આર (ગુજ.રાજ્ય) દ્વારા કલમ ૧૭ (૫) (બી) (૧)ની જોગવાઈ ધ્યાને લેવામાં આવી અને કલમ ૧૭(૫)(બી)(૩) પણ જોગવાઈ ધ્યાને લેવામાં આવી. કલમ ૧૭(૫)(બી)(૧)ના પ્રોવાઇઝોમાં વેરાશાખ મળવાપાત્ર બાબતે જોગવાઈ છે અને જોગવાઈમાંકોલન સેમી કોલનનો પ્રયોગ કર્યો હોવાથી તે એક અલગ સ્વતંત્ર જોગવાઈ ગણાય. આના કારણે અરજદારને કેન્ટીનની વેરાશાખ મળવાપાત્ર થતી નથી એમ ઠરાવવામાં આવ્યું. વધુમાં અરજદાર દ્વારા કર્મચારી પાસેથી વસુલવામાં આવતી કેન્ટીનની રકમ ઉપર કોઈ GST ભરવાનો થાય નહીં. આ ચૂકાદામાં જોગવાઈની રચના જેમા કોલન-સેમી કોલનનો પ્રયોગ કરવાથી એ.એ.આર દ્વારા એમ અવલોકન કરવામાં આવેલ છે કે વેરાશાખ મળવાપાત્ર રહેતી નથી. કલમ ૧૭(૫) (બી (૩)નો પ્રોવાઇઝો કલમ ૧૭(૫)(બી (૧)ના પ્રોવાઇઝો કરતા અલગ હોઈ વેરાશાખ બાદ ન મળે. આ ચૂકાદાથી કેન્ટીનનો વેરાશાખ બાબતે વિવાદ ઉપસ્થીત થવાનો.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •