મહેસૂલ વિભાગના ડી.કે. વસાવા ડેપ્યુટી ક્લેકટર સસ્પેન્ડ, એમ.એમ. વસાવા મામલતદાર સસ્પેન્ડ, ડી.એમ. ચૌધરી મામલતદાર સસ્પેન્ડ કરવામાં આવ્યા

SHARE WITH LOVE

મહેસૂલ મંત્રીનો ફરીથી સસ્પેન્સનનો સપાટો
રાજેન્દ્ર ત્રિવેદીની સૂચનાથી 3 અધિકારીઓ સસ્પેન્ડ
મંત્રીની સીધી સૂચનાથી બાબુઓ પર તવાઇ
2 મામલતદાર અને 1 ડેપ્યુટી ક્લેકટર સસ્પેન્ડ
મહેસૂલ વિભાગના મામલતદાર પર તવાઇ

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શી રીતે કામગીરી કરી રહી છે ત્યારે ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

સત્તાવાર ઓર્ડર ટૂંક સમયમાં રિલીઝ કરાશે
પૂરતી તપાસ કરાયા બાદ સસ્પેન્ડ કરાયા
ડી.કે. વસાવા, ડેપ્યુટી ક્લેકટર સસ્પેન્ડ
ડી.એમ. ચૌધરી, મામલતદાર સસ્પેન્ડ
એમ.એમ. વસાવા, મામલતદાર સસ્પેન્ડ

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે રાજય સરકાર સહેજ પણ ક્ષતિ કે ફરજ પરની બેદરકારી ચલાવી લેવા માંગતી નથી. ત્યારે આજે મહેસૂલ વિભાગના ડાંગ ખાતેના નાયબ કલેક્ટર ટી.કે.વસાવા અને સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર એમ.એમ.વસાવા અને ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Source: Part


SHARE WITH LOVE