મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સંવેદના, કોરોનામાં પતિ ગુમાવનાર મહિલાની મદદે આવી સરકાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારએ સંવેદના દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોરોનોમાં પતિ ગુમાવનાર ભરૂચ રહેવાસી શીતલ મોદીની પડખે ભૂપેન્દ્ર પટેલની સરકાર મદદે આવી છે. સસ્તા અનાજની દુકાન શીતલ બેનના પતિ ચલાવતા હતા. પરંતુ, કોરોનાના કારણે મૃત્યુ થતા વારસાઈ માટે છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાતા હતા. ભરૂચ મુલાકાત દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ ઘટના સામે આવી હતી.
જેને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી વારસાઈનો હુકમ કર્યો હતો. હવે સીએમના આ નિર્ણયના કારણે શીતલ બેન આસાનીથી ગુજરાન ચલાવી શકશે. આ મુદ્દે Tv9 સાથે વાત કરતા પરિવાર ભાવુક બન્યો હતો.

હાલ તો એક મહિલાની મુશ્કેલીમાં સરકારે મદદરૂપ બનતા મહિલાનો પરિવાર ખુશખશાલ થયો છે. અને, સરકારની મદદને કારણે તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓ દુર થશે. ત્યારે સરકારના આ નિર્ણય થકી એક પરિવારની ખુશીઓ પાછી આવી છે. અને, પરિવારની મુશ્કેલીઓને સમજીને જે સરકારે નિર્ણય કર્યો છે તેની સરાહના થઇ રહી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •