મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રથમ વખત ભરૂચની મુલાકાત : સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કેર ફન્ડ માંથી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

મુખ્યમંત્રીના હસ્તે કોરોનો વોરિયર્સને સન્માનિત કરાયા.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પી.એમ કેર ફંડ માંથી બનાવેલ ઓક્સિજન પ્લાન્ટનું સામુહિક ઈ-લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવા સાથે ભરૂચ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કાર્યાન્વિત કરાયો હતો.

પી.એમ કેર ફંડ તેમજ ૧ કરોડ ૫ લાખના ખર્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ DRDO દ્વારા ડિઝાઈન કરાયેલ અને એલ.એન્ડ.ટી કંપની દ્વારા બનાવયેલ હવા માંથી ૧ કલાકમાં ૬૦,૦૦૦ લીટર ઓક્સિજન પ્લાન્ટ નું ઉત્તરાખંડના ઋષિકેશ થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ ના અન્ય રાજ્યોના ઓક્સિજન પ્લાન્ટ વર્ચ્યુઅલ ઉદ્દઘાન કર્યું હતું. ભરૂચ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ માં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટને રીબીન કાપી કાર્યાન્વિત કરાયો હતો. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે  મુખ્ય મંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ માં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ ,સાંસદ મનસુખભાઈ વસાવા,પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સરકાર ની કોરોનાકાળ ની કામગીરી ને બિરદાવી હવે આવી કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે સ્વાસ્થ્ય સુવિધા ને વધુ સૃદૃઢ બનાવવામાં આવી રહી હોવાનું જણાવી અહીંથી તેમની શરૂઆત હોય આશીર્વાદ આપવા જણાવ્યુ હતું.તેવોએ નિખાલસતા થી નવા હોવાનું સ્વીકારી શીખવાડશો તેમ પણ કહ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જીલ્લાના કોરોના વોરિયર્સ નું સન્માન પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકાર્પણમાં ભરૂચના સાંસદ ધારાસભ્યો,ભાજપા જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો,આરોગ્ય અને વહીવટી અધિકારીઓ તેમજ ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •