યુઝર્સના વિરોધથી વોટ્સએપે પ્રાઇવસી અપડેટનો પ્લાન અટકાવ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુકની માલિકીની સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપે એનો પ્રાઇવસી અપડેટ કરાવવાનો એનો પ્લાન હાલપૂરતો ટાળી દીધો છે વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લઈને ઘણા વિવાદ પછી કંપનીએ આ લીધો છે આ પહેલાં ફેબ્રુઆરી સુધી વોટ્સએપ યુઝર્સને પ્રાઇવસી પોલિસીને ફરજિયાતરૂપે સ્વીકાર કરવાનો હતો કંપનીએ કહ્યું છે કે એની નીતિને લઈને ભ્રામક સમાચારને સ્પષ્ટ કર્યા બાદ આગળ લેવામાં આવશે. જોકે કંપની નવા અપડેટને મે સુધી ટાળી દેવાનો લીધો છે.

વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે અમે સાંભળી રહ્યા છીએ કે અમારા લેટેસ્ટ અપડેટને લઈને ઘણો ભ્રમ ઊભો થયો હતો આ અપડેટ ફેસબુકની સાથે ડેટા શેર કરીને અમારી ક્ષમતાનું વિસ્તરણ નથી કરતો
અમે તમારા ખાનગી સંદેશ નથી જોઈ શકતા અથવા તમારા કોલ પણ નથી સાંભળી શકતા અને ના ફેસબુક આવું કરી શકે છે

અમે તમારા મેસેજ અથવા કોલ નથી રાખતા. અમે તમારા દ્વારા શેર કરવામાં આવેલા લોકેશન પણ નથી જોઈ શકતા. વોટ્સએપે એના યુઝર્સને કહ્યું હતું કે તેમના ડેટા ફેસબુક કે અન્ય ઉત્પાદનો અને િસ સાથે જોડવામાં આવ્યા છે, જેથી યુઝર્સને સારી સેવાઓ મળતી રહે. લેટેસ્ટ અપડેટથી તમારા મિત્રો અને પરિવારની સાથે તમે કરેલા મેસેજની પ્રાઇવસી પર કોઈ અસર નહીં પડે. આ વિવાદ પછી સરકાર પણ કંપનીની ખાનગી નીતિમાં બદલાવની સમીક્ષા કરી રહી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •