‘રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલાયો’: રાજકોટમાં સ્થાનિકોનો આક્ષેપ

SHARE WITH LOVE


રાજકોટ: રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. TP રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી 200થી વધુ મહિલાઓ અને પુરુષો ભેગા થયા હતા. TP સ્કીમના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે અહીં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે.

અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ તંત્ર પર મોટા આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા માટે મનપાએ રાતોરાત નકશો બદલ્યો છે. પહેલાના નકશામાં આ વિસ્તાર કપાતમાં આવતો નહોતો, પરંતુ અચાનક નકશો બદલીને મોટા માણસોને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા છે.

રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકોનો હલ્લાબોલ અને વિરોધ દરમિયાન 2 લોકો બેભાન થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Source link


SHARE WITH LOVE