રાજપીપળા પોઈચા ફોરલેન રોડનું ખાત મુહૂર્ત, કામમાં ગોલમાલ નહિ ચાલે: મનસુખ વસાવા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • 71 કરોડના ખર્ચે બનનારો રસ્તો ગુણવત્તા વાળો અને ટકાઉ બને એવી કોન્ટ્રાકટરને મનસુખ વસાવાની ટકોર
 • પોઇચાથી રાજપીપલા 13 કિમિનો ડામર રોડ અને રાજપીપલા શહેરમાં 3 કિમિનો RCC રોડ 24 મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈથી તિલકવાડા થઈ ગરુડેશ્વરની જોડતો રોડ બની ગયો હવે ડભોઈથી રાજપીપળા ફોરલેન રસ્તો બનાવવાની શરૂઆત થઇ રહી છે. હાલ પોઇચાથી રાજપીપળાનો 16 કિમિનો રોડ 71,64,90,831 ના ખર્ચે બની રહ્યો છે. જેનું મહાવિદ્યાલય રોડ પર સાંસદ મનસુખ વસાવા, સાંસદ ગીતાબેન રાઠવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, શહેર મંત્રી રાજેશભાઈ પટેલ કમલેશ પટેલ, APMC ચેરમેન દિનેશભાઈ પટેલ સહીત આગેવાનો માર્ગ અને મકાન વિભાગના ઈજનેર આઈ.વી.પટેલ, બી.એ.પાડવી સહીત શિવાલય ઈંફ્રા પ્રોજેક્ટ્સ પ્રા.લિ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.બ્રાહ્મણો દ્વારા પૂજન કરી વિધિવત આ મુખ્ય રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.

ખાતમુહુર્તના કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળા વડોદરા કેવડિયાને જોડતો આ મુખ્ય રસ્તો એકદમ સારી રીતે અને મજબૂત ટડાઉ બનાવવાનો છે.આ કામમાં કોઈ પણ ગોલમાલ નહિ ચાલે, અમારા આગેવાનોની સતત વોચ રહેશે.જયારે સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિશ્વના માર્ગો જોડાયા છે અને હજુ બાકીના જોડાશે.નર્મદા જિલ્લો ખરેખર નસીબદાર જિલ્લો છે કે જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે હાથ છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •