રાજ્યમાં 6 મહાનગર પાલિકાઓમાં પ્રચાર પડઘમ શાંત, રવિવારે થશે મતદાન

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

અમદાવાદ : રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ચુક્યો છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થસે અમદાવાદના 48 વોર્ડમાં 192 સીટ માટે આશસે 46 લાખ જેટલા મતદારો મતદાન કરશે. આજ સાંજથી સોશિયલ મીડિયા અને ખાનગી બેઠકો કરી અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિવિધ મહાનગરોમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબી લાંબી રેલીઓ કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપ નેતાઓના દ્વારા મેરેથોન બેઠકો અને રેલીઓનું આયોજન કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત સ્થાનિક સ્તરનાં નેતાઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને અભિયાન ચલાવાયું હતું. આજે નીતિન પટેલ, સી.આર પાટીલ સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓના અનુસાર તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્વલંત પ્રચાર કર્યો છે અને કામ પણ કર્યા છે. જનતા જરૂર અમને મત આપશે અને ફરી એકવાર અમે તમામ મહાનગરપાલિકાઓ કબ્જે કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. આ ઉપરાંત એનસીપી, સીપીઆઇ, બસપા, જેડીએસ અને સપા અને એઆઇએમઆઇએમ સહિતના પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારો પણ સ્થાનિક સ્તરે ઉભા રહ્યા છે. 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે.

જાણો ગુજરાતમાં કેટલી પાલિકા અને કેટલી મહાનગરપાલિકાઓ?
ચૂંટણીસંખ્યાવોર્ડ સંખ્યાબેઠકોભાજપકોંગ્રેસઅન્ય
મહાનગરપાલિકા61445763851838
નગરપાલિકા816802,088984587517
જિલ્લા પંચાયત31988988292472224
તાલુકા પંચાયત2314,7784,7781,7182,102958
કુલ3246,5908,4303,3793,3441,707
કઈ મનપામાં કેટલા પુરૂષ અને મહિલા મતદારો
કોર્પોરેશનપુરુષમહિલાટ્રાન્સજેન્ડરકુલ
અમદાવાદ24,14,45122,09,97616546,24,592
રાજકોટ5670025269841910,94,005
વડોદરા7,40,8987,05,11020414,46,212
સુરત18,17,18614,71,04711032,88,343
જામનગર2,50,5022,38,937124,89,451
ભાવનગર2,70,5012,54,225295,24,755
કુલ60,60,54054,06,2795391,14,67,358

Source link


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares