રિકાર્પેટિંગ કામગીરી: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17 જાન્યુઆરીથી 31 મે સુધી દરરોજ સવારે 9 થી સાંજે 6 બંધ રહેશે

SHARE WITH LOVE

અમદાવાદ

  • એરપોર્ટ પર આવન-જાવન કરતી ફ્લાઇટ પ્રભાવિત થશે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 17 જાન્યુઆરી 2022થી રનવે રિકાર્પેટિંગનું કામ શરૂ કરવામાં આવશે. જે 31 મે 2022 સુધી ચાલશે. જે પગલે જાહેર રજાઓ અને રવિવાર સિવાય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. જે દરમિયાન એરપોર્ટ પર આવન-જાવન કરતી ફ્લાઇટ પ્રભાવિત થશે.

અમદાવાદ એરપોર્ટ પર હાથ ધરનારા રન-વે ઓવરલેઇંગ, રનવે સ્ટ્રીપ, ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટ, રનવે એન્ડ સેફ્ટી એરિયા (RESA) ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટ, સ્ટોર્મ સાથેમાં પાણીની ગટરનું બાંધકામ અને સાઈનિંગ બોર્ડનું સમારકામ કરવામાં આવશે. યાત્રિકોની સુરક્ષિત મુસાફરી માટે સમયાંતરે એરપોર્ટના રન-વેનું સમારકામ જરૂરી બને છે. જે અંગે તમામ એરલાઇન્સને અમદાવાદ એરપોર્ટ તરફથી આ કામગીરી સંદર્ભે જાણકારી આપવામાં આવી છે અને તે મુજબ ફ્લાઈટને રિશિડ્યુલ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને મુસાફરોને હાલાકી ન પડે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE