રોગચાળો વકર્યો: રાજકોટમાં કોરોનાના વધતા કેસ વચ્ચે એક સપ્તાહમાં શરદી-ઉધરસના 415 નોંધાયા, ઝાડા–ઉલટીના 76 અને સામાન્ય તાવના કેસ 128 કેસ દાખલ

SHARE WITH LOVE

રાજકોટ

પ્રતીકાત્મક તસવીર

  • 525 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા નોટિસ ફટકરવામાં આવી, શ્વાન કરડવાના 371 કેસ નોંધાયા

રાજકોટમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે બીજી તરફ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 76 અને શરદી-ઉધરસના 415 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 128 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુનો 1, મેલેરીયાનો 1 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. સાથોસાથ શ્વાન કરડવાના 371 કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ 3થી 9 જાન્યુઆરી સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે

10,504 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 10,504 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1,686 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી છે

મહાનગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી છે

આ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
આ કામગીરી હેઠળ રેલનગર – 2 શેરી નં. 6/2 નો ખુણો, શ્રી નાથજી પાર્ક, ગંગોત્રી પાર્ક, રામ પાર્ક, ઋષીકેશ પાર્ક, આરાઘના સોસા., વસુઘા સોસા., રજપુત૫રા, કૃષ્ણ૫રા, બાવાગોરની શેરી, ભીડભંજન, ચામડીયા૫રા, ખાટકીવાસ, વેલનાથ૫રા, સીતારામ પાર્ક (મોરબી રોડ), રેલનગર, સુંદરમ સીટી, કુષ્ણનગર, આર્યશ્રી સોસા., પોલીસ ભરતી ગ્રાઉન્ડ વગેરે વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી છે.

મચ્છરના બ્રિડિંગ મળતા 525 આસામીને નોટિસ આપી
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 412 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 525 આસામીને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE