લગ્ન માં વધુ લોકો ભેગા થશે તો પોલીસ સામે થશે કાર્યવાહી: CM રૂપાણી

SHARE WITH LOVE
 • 23
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  23
  Shares

ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની પાસેથી દંડની વસુલાત કરવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દાહોદમાં પહોંચ્યા હતા. દાહોદમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને તેમણે વહીવટીતંત્ર સાથે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ચર્ચાના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યો હતો કે, આગામી અઠવાડિયામાં દાહોદમાં 300 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે.
દાહોદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં 200 બેડ વધારવામાં આવશે અને જિલ્લામાં 100 બેડ વધારવામાં આવશે. આમ એક અઠવાડિયાની અંદર સરકાર દ્વારા 300 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી તારીખ 25, 26 અને 27ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે જોવાની જવાબદારી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓની રહેશે અને લગ્નમાં નિયત કરતા વધારે લોકો ભેગા થાય તો જવાબદાર પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. એટલે હવે રાજ્ય સરકાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો જણાશે તો જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરશે.

મહત્ત્વની વાત છે કે, હાલ દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ સામે આવી રહ્યા છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામ્યકક્ષાએ તબીબોને કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવા માટે કામગીરી કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત દાહોદના લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના આંકડા સાથે ગુજરાતના કેસની સરખામણી ન કરીને ગુજરાતની ચિંતા કરવાનું જણાવ્યું હતું. રાજ્યમાં દર્દીને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતો મળે તેવા પ્રયાસ હાથ ધરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

Source link


SHARE WITH LOVE
 • 23
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  23
  Shares