લાખોના તોડના કેસમાં અટક કરાયેલા મહિલા પી.આઈ.ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં સેનિટાઈજર પી લીધું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમદાવાદ, શુક્રવાર

ફેસબુક પર  ફેક એકાઉન્ટ બનાવી લોકોને ફસાવી બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી આપી લાખોના તોડના કેસમાં અટક કરાયેલા મહિલા પી.આઈ.ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં સેનિટાઈજર પી લીધું હતું. તાત્કાલિક તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સામાન્ય રીતે આરોપીની અટક કર્યા બાદ તેને ૨૪ કલાકમાં કોર્ટમાં હાજર કરવા પડે છે. જેને પગલે હવે ગીતા પઠાણને હોસ્પિટલમાંથી જ કોર્ટમાં રજુ કરાય તેવી શક્યતા છે.

મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. ગીતા પઠાણની ક્રાઈમ બ્રાંચે આ કેસમાં અટક કરી હતી. દરમિયાન ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં જ સેનિટાઈઝર પી લીધું હતું. જોકે મહિલા કોન્સ્ટેબલે તેમને પકડી લીધા હતા અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોકેટરે તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે, એમ જણાવ્યું હતું.

સામાન્ય રીતે આરોપીની ધરપકડ બાદ તેને ૨૪ કલાકમાં રિમાન્ડમાટે કોર્ટમાં રજુ કરવો પડે છે. જોકે ગીતા પઠાણને કોર્ટમાં રજુ કરાઈ ન હોવાથી હવે હોસ્પિટલમાંથી જ તેને કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગીતા પઠાણ અને તેમની ગેંગે અનેક લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. જેમાં તેઓ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને મોટા વેપારીઓને મેસેન્જરથી મેસેજ મોકલીને હોટેલ કે કારમાં એકાંતની પળો માણવા બોલાવતા હતા. આ ગેંગની બે યુવતી સહિત ચાર જણાની અગાઉ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં ગીતા પઠાણની સંડોવણી બહાર આવી હતી.

આ યુવતીઓ બાદમાં ભોગ બનનાર વિરૃધ્ધ મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં અરજી કરતી હતી. બાદમાં તેમને પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને બોલાવવામાં આવતા હતા અને તમારી સામે દુષ્કર્મની અરજી આવી હોવાનું જણાવતા હતા. બાદમાં પોલીસ તેમને સમાધાન માટે મોટી રકમની માંગણી કરતા હતા. તેમને પી.આઈ.ગીતા પઠાણ પાસે લઈ જવાતા હતા. જ્યાં પઠાણ તેમને જેલમાં પુરવાની ધમકી આપીને લાખો રૃપિયાનો તોડ કરતા હતા. આ પ્રકારે તેમણ લોકો સાથે ૨૫ લાખથી વધુનો તોડ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અગાઉ ૨૦૧૪માં ગીતા પઠાણ રાજકોટ એસીબીને હાથે આ પ્રકારના જ કેસમાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.ં

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •