લૉકડાઉન : નાની કંપનીઓ દેવાળું ફૂંકે તેવી સંભાવના

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

મુંબઈ : દેશભરમાં સંક્રમણમાં વધારો થતા વિવિધ રાજ્યોમાં અમલી બનેલ લૉકડાઉન તેમજ સ્વૈચ્છિક બંધના પગલે નાની કંપનીઓ દેવાળું ફૂંકે તેવી પ્રબળ સંભાવના છે તેમ એનબીએફસી અને રેટિંગ એજન્સીઓએ જણાવ્યું હતું.

એનબીએફસી અને રેટિંગ એજન્સીઓના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો લૉકડાઉન- સ્વૈચ્છિક બંધ વધુ લંબાશે તો નાની અને મધ્યમ કદની કંપનીઓ સામે ક્રેડિટ સંકટ ઉભું થશે જેના કારણે નાણાંકીય તંદુરસ્તી ખરડાશે

ગત વર્ષે લૉકડાઉન દરમિયાન નાની અને મધ્યમ કદની કંપનીઓને સરકાર તરફથી વધારાનું ફંડ એટલે કે ક્રેડિટ લાઇન મળી હતી આ ઉપરાંત બેંક મોરેટોરિયમનો પણ ફાયદો થયો હતો. આ વખતે આ પ્રકારની કોઈ રાહતો જાહેર ન થતાં આવી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

આ ઉપરાંત નાના- નાના દુકાનદારો પણ મુશ્કલીમાં મુકાઈ ગયા છે. રેટિંગ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ સંક્રમણમાં વધારાની રિટેલ લોનની એસેટ્સ પર કેટલી અસર થશે તે હાલ કહેવું અશક્ય છે. આમ છતાં સતર્ક રહેવું જરૂરી છે. ગત વર્ષે લૉકડાઉનના કારણે એનબીએફસી કંપનીઓના લોન પોર્ટફોલિયો પર પ્રતિકૂળ અસર થઈ હતી.

એનબીએફસી કંપનીઓના જણાવ્યા મુજબ જો તેમના રિટેલ લોન એકાઉન્ટ એનપીએ કેટેગરીમાં તબદિલ થશે તો રિકવરી મુશ્કેલ બનશે. નાણાંકીય તંદુરસ્તી ખરડાતા આવા એકમોમાં છટણીનું પ્રમાણ વધશે જેના પગલે બેરોજગારીમાં પણ વધારો થશે.

Source link


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares