વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં મેરિટ બેઝ્ડ પ્રોગ્રેસનનો અમલ કરવાની જગ્યાએ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં મેરિટ બેઝ્ડ પ્રોગ્રેસનનો અમલ કરવાની જગ્યાએ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે.

એક રીતે જોવામાં આવે તો વિદ્યાર્થીઓની માંગણી ખોટી પણ નથી.જો વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાય તે તેમની ભાવિ કેરિયરના પણ હીતમાં છે.આમ છતા યુનિવર્સિટી સત્તાધીશો વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે પણ તૈયાર નથી.

જેના પગલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગૂ્રપના વિદ્યાર્થીઓ આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.તેમણે વિદ્યાર્થી વતી સરકારમાં કલેકટર રજૂઆત કરે તેવી માંગણી કરી હતી.જોકે કલેકટર અન્ય બેઠકમાં વ્યસ્ત હોવાથી એડિશનલ કલેકટરે વિદ્યાર્થીઓનુ આવેદનપત્ર સ્વીકાર્યુ હતુ.ઉલ્લેખનીય છે કે, સરકારે સતત બીજા વર્ષે પણ બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝડ પ્રોગ્રેસનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે.જેના પગલે યુનિવર્સિટીમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીની પરીક્ષા નહીં લેવાય.જોકે વિદ્યાર્થી સંગઠનો એવી માંગણી કરી રહ્યા છે કે, જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતા હોય તેમની પરીક્ષા લેવી જોઈએ.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •