વડોદરામાં કોરોના : બે દિવસથી રસીનો જથ્થો ન આવતા રસીકરણ ધીમુ થયું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,054 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,412 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના 2 નવા કેસ આવ્યા હતા. આ બંને કેસ શહેરના પશ્ચિમ ઝોનમાં વાસણા રોડ ખાતે નોંધાયા હતા.
આ દર્દીઓ શંકાસ્પદ કોરોનાની સારવાર હેઠળ જ હતા.

હાલમાં શહેરમાં 19 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે

વડોદરા શહેરમાં આજ દિન સુધી 72 હજારથી વધુ કેસ નોંધાયા છે. જોકે હાલમાં શહેરમાં 19 દર્દીઓ કોરોનાની સક્રિય સારવાર હેઠળ છે. જેમાંથી માત્ર એક દર્દીને ઓક્સિજનની જરૂર પડી રહી છે. શહેરની બે મોટી સરકારી હોસ્પિટલો સયાજ અને ગોત્રીમાં એક પણ કોરોનાનો દર્દી નથી. બીજી તરફ આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવી રહ્યાં છે તેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે. ગુરુવારે ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજ્યમાંથી બુધવારે રસીનો જથ્થો ન આવ્યો

રાજ્ય સરકાર દ્વારા બુધવારે રસીનો જથ્થો આપવામાં આવ્યો ન હતો મંગળવારે થયેલા વિતરણ મુજબ ગુરુવારે શહેરમાં 9010 લોકોએ રસી મૂકાવી હતી. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ હવે શુક્રવારે જથ્થો આવશે તો રસીકરણની સંખ્યા વધશે. ગુરુવારે થયેલા રસીકરણ મુજબ શહેરમાં 7637 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જ્યારે ફુલ્લી વેક્સિનેટેડ લોકોમાં 51.52% લોકો નોંધાયા હતા કે આગામી ત્રીજી લહેર માટે 50 ટકા ઉપરાંતનો રસીકરણ થયું હોવાનું દર્શાવે છે.

કુલ રસીકરણ 21,35,050 આજનું રસીકરણ 9,010 પ્રથમ ડોઝ 13,25,056 84.29% બીજો ડોઝ 8,09,994 51.52%

ચિકનગુનિયાના કુલ કેસોનો આંક 700ને વટાવ્યો

છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં ફાટી નીકળેલા ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના રોગચાળાને નાથવામાં નિષ્ફળ રહેલી સ્માર્ટ સિટી વડોદરામાં ગુરુવારે ડેન્ગ્યૂના 34 અને ચિકનગુનિયાના 24 નવા કેસો નોંધાયા હતા. આ સાથે શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં જ ચિકનગુનિયાના કેસોનો કુલ આંક 700ને વટાવ્યો હતો. અત્યાર સુધી ચિકનગુનિયાના 703 દર્દીઓ આવ્યાં છે. જ્યારે કોલોરાનો એક કેસ નોંધાયો હતો. બીજી તરફ ગુરુવારે એસએસજીમાં મેડિકલ ઓપીડીમાં 457 દર્દીઓ આવ્યાં હતા શહેરમાં તાવના નવા કેસ ફિવર કામગીરી દરમિયાન 486 નોંધાયા હતા.

તાવના 1345 દર્દીઓ નોંધાયા

વડોદરામાં ડેન્ગ્યૂના કેસો કિશનવાડી, પાણીગેટ, બાપોદ, રામદેવનગર, નવાપુરા, સમા, તાંદળજા, કપૂરાઇ, દંતેશ્વર અને માંજલપુરમાં નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના દર્દીઓ બાપોદ, નવીધરતી, દિવાળીપુરા, ફતેપુરા, અકોટા, પંચવટી તાંદળજા અને માંજલપુરમાં નોઁધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં તાવના 1345 દર્દીઓ નોંધાયા છે. પાલિકા દ્વારા 155 સ્થળોએ ફોગિંગ કરાયું હતું. એસએસજીમાં ચિકનગુનિયાના 86 સેમ્પલમાંથી 30 પોઝિટિવ અને જ્યારે ચિકનગુનિયાના 93 કેસમાંથી 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,052 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,983, ઉત્તર ઝોનમાં 11,788, દક્ષિણ ઝોનમાં 11,797, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ વાસણા રોડ

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •