વલસાડ સિવિલ માં મૃતદેહો ના ખડકલાં થયા !સિવિલના આઉટ સોસર્સના કામદારોની વર્તાઇ રહી છે ઘટ ! સ્થિતિ નાજુક

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

વલસાડ જિલ્લા માં પણ મૃત્યુઆંક માં મોટો ફરક જોવા મળી રહ્યો છે અને સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાંથી એક પછી એક જે રીતે મૃતદેહ બહાર લવાઈ રહ્યા છે તે જોતા વલસાડ જિલ્લા માં પણ કોરોના માં મૃત્યુઆંક ચોંકી જવાય તેવો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના PM રૂમમાં મોટી સંખ્યામાં મૃતદેહો નો ભરાવો થઈ ગયો છે. લાશની અંતિમ ક્રિયા માટે જરૂરી પેપરો મૃત્યું સર્ટી વગેરે પેપર તૈયાર કરવાની પ્રોસિઝર માં સિવિલ હોસ્પિટલ ખાતે સમય વધુ નીકળી જતા PM રૂમમાં અને કોરોના આઇસોલેશન વોર્ડમાં મૃતદેહો વધી ગયા છે.

બીજી તરફ મૃતકના સગાઓ ને પણ અંતિમ દર્શન કરવા 24થી 36 કલાકની રાહ જોવી પડી રહી છે.
વલસાડ સિવિલ હોસ્પિટલ બહાર મૃતકના સ્વજનોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
અહીં સગાઓ ના કલ્પાંત થી વાતાવરણમાં ગમગીની જોવા મળી રહી છે.
કોરોના એક ભયંકર હાડમારી છે જેની ગંભીર સ્થિતિ વલસાડ જિલ્લામાં પણ ઉભી થઇ છે અને મોટાભાગ ના કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર ઉભી થાય ત્યારે જ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે પરિણામે ત્વરિત સારવાર ના અભાવ પણ નજરે પડી રહ્યો છે અને સ્ટાફ ની પણ ઘટ વર્તાતા જે ફરજ બજાવી રહ્યા છે તેઓ બમણી મહેનત કરી રહ્યા છે સિવિલના આઉટ સોસર્સના કામદારોની ઘટ ઉભી થતા ખુબજ મોટી સંખ્યા માં એડમિટ દર્દીઓ ને લઈ પડકાર ઉભો થતા તબીબો પણ ચિંતા માં મુકાયા છે.Source link


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares