વહેલી સવારે આગ: અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 12 ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ કાબૂમાં લીધી

SHARE WITH LOVE

અમદાવાદ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભંગારનું ગોડાઉન હોવાથીહજી આગને ઠારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદ ફાયરબ્રિગેડને વહેલી સવારે 4.30 આસપાસ કોલ મળ્યો હતો કે ચંડોળા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ચાર બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. બે કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આગને બુઝાવ્યા બાદ તેને કુલીગ કરવાની કામગીરી હજી કરવામાં આવી રહી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE