વાંકલમાં ૬૦, ઉમરપાડામાં ૧૦૦ બેડ નું કોવિડ કેર સેન્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયુ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વધતા જતા ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં ૬૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતું.પરંતુ વાંકલ ખાતે કાર્યરત કોવિડકેર હોસ્પિટલમાં ઓક્સિજન ની સુવિધા ન હોવાને કારણે કોરોના ના ઈમરજન્સી દર્દીઓને વધુ સારવાર માટે બારડોલી,સુરત અને અંકલેશ્વર ખાતે ખસેડવા પડતા હોવાની કપરી પરિસ્થિતિ વચ્ચે આજરોજ વાંકલ કન્યા છાત્રાલય માં ૩૦ બેેેડ ની ઓક્સિજન સજજ કોવિડ હોસ્પિટલ અને ઉમરપાડા ખાતે કુમાર છાત્રાલય માં ૧૦૦ બેડ નું કોવિડકેર સેન્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેબિનેટ મંત્રી  ગણપત વસાવા ના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું.સાથે વાંકલ ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ અને ભા.જ.પા અને આરોગ્ય વિભાગના સહયોગથી ડોક્ટરને ૫૦ હજાર રૂ ની   ફેવિફ્લુ નામની કોવીડ ના દર્દી માટે દવા આપવામાંં આવી હતી.

આદિવાસી વિસ્તારનાં માંગરોળ તાલુકામાં વાકલ ખાતે સરકારી કન્યા છાત્રાલયમાં 60 ઓક્સિજન બેડ સાથે કુલ 120 બેડનું આઇસોલેશન…

Posted by C R Paatil on Thursday, May 6, 2021

 માંગરોળ અને ઉમરપાડાની આદિવાસી વિસ્તારમાં ગામડાઓમાં વધતા જતા સંક્રમણ ને અટકાવવા માટે તેમજ ગ્રામ્યવિસ્તાર ના ગરીબ આદિવાસીઓને કોરોના ની તાત્કાલિક પૂરતી સારવાર મળી રહે જેથી ઓક્સિજન સહિત ની સુવિધા વાડી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં આનંદ વ્યાપી ગયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા,સંદીપભાઈ દેસાઈ,સુરત જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાવેશ પટેલ,માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર,માંગરોળ,ઉમરપાડા નાં ટીડીઓ,વહીવટી અઘિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ,તાલુુુકા પંચાયત ના પ્રમુખ અને સભ્યો માંગરોળ,ઉમરપાડા કોવિડ કેરમાં ફરજ બજાવતા તબીબો સહિત નર્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •