વાંદરા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ યુવાનને ભારે પડયો, બચકા ભરી લીધા

SHARE WITH LOVE


સુરત

 ઉન પાટિયા ખાતે  યુવાન આજે સવારે કપિરાજ સાથે સેલ્ફી લેવા ગયો હતો. ત્યારે કપિરાજે  યુવાનના હાથ ઉપર બચકા ભરતા સારવાર માટે નવી સિવિલમાં  જવુ પડયુ હતુ.  

નવી સિવિલથી મળેલી વિગત  મુજબ ઉન પાટિયા ખાતે હયાતનગરમાં રહેતો ૨૭ વર્ષીય  દિગંબર પાટીલ આજે સવારે  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. ત્યાં તેણે જણાવ્યું હતું  કે આજે સવારે ઘર નજીક આવેલા હનુમાનજીનાં મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે ત્યાં બાકડા ઉપર કપિરાજ બેઠેલો હતો. જેને જોઇ તેની સાથે સેલ્ફી લેવાની ઇચ્છા થઇ હતી.  મોબાઈલમાં  સેલ્ફી લેવા જેવો નજીક ગયો ત્યારે કપિરાજ ે  હાથ ઉપર બે બચકા ભરી લીધા અને નજીકમાં આવેલ વૃક્ષ  ઉપર ચઢી ગયો હતો.  ઘટનાના પગલે કેટલાક લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા બાદમાં તે સારવાર માટે  સિવિલમાં આવ્યો હતો.

Source link


SHARE WITH LOVE