વાયરલ / ખેડૂતો માટે ટેન્ટ ક્યાંથી આવ્યા? એન્કરના આ સવાલ પર આવ્યા એવા રિએકશન્સ, કે જાણીને ચોંકી જશો

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

રિપબ્લિક ટીવીની મહિલા એન્કરના એક ટ્વીટ પર તમામ સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. ટ્રોલ કરવા વાળા લખી રહ્યા છે કે ખેડૂતોના ટેન્ટ પર સવાલ પૂછવા વાળા લોકો સરકારને તેમની મોત પર શા માટે સવાલો નથી પૂછી રહયા?

 • ખેડૂતો માટે ટેન્ટ ક્યાંથી? મહિલા એંકરે ટ્વિટ કરીને પૂછ્યો સવાલ
 • સોશિયલ મીડિયા પર લોકોએ બહુ ટ્રોલ કરી
 • ટેન્ટ પર સવાલ કરવા વાળા સરકારને ખેડૂતોના મોત માટે કેમ નથી પૂછતાં?

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની ભાગોળે છેલ્લા 40 દિવસથી ઘેરો નાખીને બેઠેલા ખેડૂતોને દેશના હિસ્સાઓમાંથી પણ સમર્થન મળી રહ્યું છે અને તેઓ કહી રહયા છે તેઓ ત્યાં સુધી આ જગ્યા નહિ ચોડે જ્યા સુધી ખેડૂતોની માંગણીઓ સરકાર સ્વીકારી ન લે.

ખેડૂતો માટે કરાઇ છે ટેન્ટની ગોઠવણ

છેલ્લા અમુક દિવસથી રાજધાનીમાં ઠંડીનો પ્રકોપ વધતા ખેડૂતો માટે ટેન્ટની ગોઠવણ કરવામાં આવી છે જેમાં મોટા ભાગના ખેડૂતોજે છે તેઓ રાત્રિરોકાણ આવા ટેન્ટમાં જ કરે છે, આ ટેન્ટને લઈને પણ સોશ્યલ મીડિયામાં ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે, જેના પગલે રિપબ્લિક ટીવીની એક મહિલા એન્કરે આવી એક તસ્વીરને ટ્વિટ કરીને પૂછ્યું કે આ ટેન્ટ ક્યાંથી આવી રહયા છે શું તેઓ કોઈ જવાબ છે ?

આ ટ્વીટ પર આ મહિલા એન્કરને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે અને યુઝર્સ તેને ટેગ કરીને પૂછી રહયા છે કે ટેન્ટ પર સવાલ પૂછતા પહેલા તમને ખેડૂતોની મોત પર સરકારને કેમ સવાલ નથી પૂછતા?

તો વળી અમુક યુઝર્સે લખ્યું છે કે આ પોતાને પત્રકાર સમજે છે. આ તે જ પત્રકાર છે જેમણે રિયા ચક્રવર્તીની બિલ્ડીંગણા વોચમેનને હેરાન કર્યો હતો, અમુક યુઝર્સે તેના જૂના વિડીયો શેર પણ કર્યા હતા.

મહિલા એન્કરના સપોર્ટમાં પણ અમુક લોકો કરી રહ્યા છે ટ્વિટ

જો કે અમુક યુઝર્સ આ ટીવી એન્કરના સપોર્ટમાં પણ ટ્વીટ કરી રહયા હતા અને કહી રહ્યા હતા એકે જેવી રીતિ શાહીન બાગ માટે વિદેશથી ફંડ આવતું હતું તેવી જ રીતે હવે ખેડૂતોના આંદોલન માટે પણ વિદેશથી ફંડ આવી રહ્યું છે.

મહત્વનું છે કે છેલ્લા 40 દિવસોમા દિલ્હી બોર્ડર પર ચાલતા આંદોલનમાં ઘણા ખેડૂતોના મોત પણ થયા છે, જો કે હજુ પણ સરકાર અને ખેડૂતોની વચ્ચે આ નવા કૃષિ કાયદાની મડાગાંઠનો ઉકેલ આવી શકે તવી કોઈ પણ શક્યતા હજુ પૂરી થઈ નથી.

Source link


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares