વાયુસેના વધુ તાકાતવર બનશે : 83 લાઇટ ફાઇટર જેટ વિમાનોને ખરીદવાની મંજૂરી 45,696 કરોડ ખર્ચ થશે

SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભારતીય વાયુસેના માટે 73 લાઇટ ફાઇટર જેટ Mk-1A તથા 10 તેજસ Mk-1 ટ્રેનિંગ વિમાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. તેમાં 45,696 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિઝાઇન અને વિકાસ માટે 1202 કરોડ રૂપિયાનો ખર્ચ પણ સામેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે લાઇટ કોમ્બેટ Mk-1A વેરિઅન્ટ દેશમાં ડિઝાઇન, વિકસિત અને નિર્માણ કરવામાં આવેલ આધુનિક પેઢીના ફાઇટર જેટ છે. ફાઇટર જેટને બેંગ્લુરુના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને તેજસની ખરીદી સંબંધિત જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે લાઇટ ફાઇટર જેટ તેજસ આગામી વર્ષોમાં IAFના કાફલાનો મોટો આધારસ્તંભ બનવા જઇ રહ્યો છે. LCA તેજસમાં નવી ટેક્નોલોજી સામેલ છે

લાઇટ ફાઇટલ જેટ તેજસ ક્રિટિકલ ઓપરેશન ક્ષમતા માટે ઇલેક્ટ્રોનિક તરીકે સ્કેન રડાર, બિયાંડ વિજ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વારફેર સુઇટ અને એર ટૂ એર રિફ્યૂલિંગ જેવી સુવિધાઓથી સજજ કરવામાં આવ્યા છે. હાલમાં તે 50 ટકા સ્વદેશી છે, જે બાદમાં વધી 60 ટકા થઇ જશે. આ ઓર્ડરથી આત્મનિર્ભર અભિયાનને વેગ મળશે.

Source link


SHARE WITH LOVE
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares