વાલિયા ખાતે પાણી પુરવઠા યોજના જાહેર કરવાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોય તડામાર તૈયારીઓ

SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares

CMના આગમનને લઈને વાલિયામાં હેલિપેડ તૈયાર

સમીક્ષા બેઠકમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વાલિયા ખાતે પાણી પુરવઠા યોજના જાહેર કરવાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોય તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઈન્ચાર્જ કલેકટરે આર એન્ડ બી ,આરોગ્ય વિભાગ ,પાણી પુરવઠા ,મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખી સ્થળ મુલાકાત કરી સમીક્ષા બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા વિભાગની આ યોજના ઠેબાર ખાતે પંપીંગ સ્ટેશન બનાવી નેત્રંગ અને વાલિયા ટાઉનને પીવાના પાણીની લાઈનથી આપવાની સૂચિત યોજના સંદર્ભે અને ભરૂચ જિલ્લાના નાગરિકો માટે 385 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત સવારે દસ વાગ્યે વાલિયા નેત્રંગ રોડ ઉપર આવેલી નર્સિંગ કોલેજ કમ્પાઉન્ડમાંથી વિજય રૂપાણી કરનાર છે. જેથી આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સરકારી વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.


SHARE WITH LOVE
 • 29
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  29
  Shares