શાળાઓ ખુલતાની સાથે જ યુનિફોર્મના સ્ટોર્સમાં ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી

SHARE WITH LOVE

સુરત, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

બે દિવસ પહેલા જ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં ગતરોજ થી શાળાઓ શરૂ થઈ છે.જો કે શાળાએ જવું ફરજિયાત હાલ કરવામાં આવ્યું નથી.ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. જો કે હવે મોટાભાગના વાલીઓ પોતાનાં બાળક ને સ્કૂલ માં મોકલી રહ્યા છે. જેને કારણે વાલીઓએ યુનિફોર્મ, પીટી યુનિફોર્મ અને બૂટ સહિતની અન્ય સ્ટેશનરી ખરીદવાની શરૂઆત કરતા સ્ટોર્સ પર રીતસરની ભીડ જામી હતી. તેવામાં જ પહેલા દિવસે જ શહેરની 50 જેટલી યુનિફોર્મ સ્ટોર્સમાંથી 5 હજાર જેટલા યુનિફોર્મ વેચાઈ ગયા હતા એટલે કે સ્કૂલ શરૂ થવાના પહેલા જ દિવસે 40 લાખ રૂપિયાનો ધંધો વેપારીઓને થયો છે.

છેલ્લા બે વર્ષથી શાળા ઓ બંધ હોવાના કારણે દુકાનદારો નો યુનિફોર્મનો સ્ટોક જેમ નો તેમ પડ્યો હતો. જો કે હવે શાળાઓ શરૂ થતાં યુનિફોર્મ ની માલવેચાઈ ગયો છે. હજી પણ થોડો સ્ટોક બચ્ચો છે, એ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે. અત્યાર સુધી સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓના કદ કાઠામાં  ફેરફાર આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને જુના યુનિફોર્મ આવી રહ્યા નથી. જેથી તેઓએ પણ નવા યુનિફોર્મ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.

એક મહિનાની જગ્યાએ પંદર દિવસમાં યુનિફોર્મ સ્ટોર્સ પર ડિલિવરી કરવા કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોનો યુનિફોર્મ રૂ. 800 સુધી હોય છે અને પીટીનો યુનિફોર્મ રૂ.700 સુધીનો હોય છે. શહેરમાં નાની મોટી યુનિફોર્મના અંદાજે 50 જેટલા સ્ટોર્સ કાર્યરત છે. જેમાં સોમવારે જ સરેરાશ 100 જેટલા યુનિફોર્મ વહેંચાયા છે. આજે પણ યુનિફોર્મની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

Source link


SHARE WITH LOVE