સરકારી વેબસાઇટ પર POKને આઝાદ પ્રદેશ ગણાવ્યો, એરક્રાફ્ટ એક્સિડંટ ઇન્વેસ્ટિગેટિવ બ્યૂરોના રિપોર્ટમાં ગડબડ

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

– હોબાળો થતાં રિપોર્ટ પાછો ખેંચી લીધો

નવી દિલ્હી તા.13 જાન્યુઆરી 2021 બુધવાર

સામાન્ય રીતે સરકારી રિપોર્ટ્સમાં કે દસ્તાવેજોમાં POKને એ જ સ્વરૂપે રજૂ કરાતો હોય છે. પરંતુ તાજેતરમાં એક સરકારી વેબસાઇટ પર POKને આઝાદ જમ્મુ કશ્મીર તરીકે રજૂ કરાયો હતો. આ મુદ્દે સોશ્યલ મિડિયા પર હોબાળો થયા બાદ આ રિપોર્ટ પાછો ખેંચી લેવો પડ્યો હતો.

એરક્રાફ્ટ એક્સિડંટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ની વેબસાઇટ પર POKને આઝાદ જમ્મુ કશ્મીર તરીકે રજૂ કરાયો હતો આ રિપોર્ટમાં જુલાઇ 2019 સુધી થયેલા વિમાની અકસ્માતોની વિગતો હતો. આ સમયગાળા દરમિયાન વિસ્તારા એરલાઇન્સની એક ફ્લાઇટ શ્રીનગરથી જમ્મુ જઇ રહી હતી. પ્રતિકૂળ હવામાનના કારણે પાયલટને ઇમર્જન્સીમાં જરૂર પડ્યે વિમાનમાં પૂરતું ઇંધણ નહીં હોવાની જાણ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને કરી હતી.

ત્યારબાદ આ ઘટના અંગે AAIBએ પોતાનો રિપોર્ટ વેબસાઇટ પર મૂક્યો હતો. આ રિપોર્ટમાં AAIBએ પીઓકેને આઝાદ જમ્મુ કશ્મીર તરીકે વર્ણવ્યો હતો. સોશ્યલ મિડિયા પર આ મુદ્દે વિવાદની લાગણી ફરી વળી હતી. થોડીક હો હા થયા બાદ AAIBએ આ રિપોર્ટ પાછો ખેંચી લીધો હતો. સરકારી વેબસાઇટ જ પીઓકેના મુદ્દે આવા છબરડા કરે તો આમ આદમીની શી વિસાત. અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે શ્રીનગરથી જમ્મુ તરફ જતી કોઇ ફ્લાઇટે પીઓકે પરથી પસાર થવાનો સવાલજ પેદા ન થાય. એ દ્રષ્ટિએ વિચારતાં આ વેબસાઇટ પર રજૂ થયેલો રિપોર્ટ ગંભીર ભૂલ સમાન હતો.

શ્રીનગર અને જમ્મુ બંને ભારતીય જમ્મુ કશ્મીરનો એક અવિભાજ્ય હિસ્સો છે. એટલે કે આ આંતરિક હિલચાલ હતી. તો પછી શ્રીનગરથી જમ્મુ જતી ફ્લાઇટે પીઓકે ઓળંગવાની વાત ક્યાથી આવે.

Source link


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares