સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારથી કોરોના વેક્સિન આપવાની ઝુંબેશનો આરોગ્ય વિભાગ ધ્વારા પ્રારંભ કરાયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અમદાવાદ,
તા.4

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારથી કોરોના વેક્સિન આપવાની ઝુંબેશનો
આરોગ્ય વિભાગ ધ્વારા પ્રારંભ કરાયો છે ત્યારે તેમાં વેક્સિન લેવા ઈચ્છતા નાગરીકોએ પોતાના
મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને વેક્સિનનો લાભ નિયમોને આધિન મળવા પાત્ર છે.

 જોકે આરોગ્ય વિભાગ ધ્વારા
૧૮ થી ૪૫ વર્ષના નાગરીકો માટે પ્રથમ દિવસે ૨૦ અને ૪૪ થી વધુ ઉંમરના નાગરીકો માટે ૨૦
સેન્ટરો નક્કી કરાયા છે. જેમાં ૩૪૦૭ યુવાઓને રસી આપવામાં આવી હતી. જ્યારે ૪૫થી વધુ
ઉંમરના ૧૭૩૯ વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. આ સેન્ટરોમાં દરરોજ ફેરફાર થશે. જેના
લીધે લોકોને વેક્સિન લેવા માટે દુર સુધી જવુ પડશે નહી.

 સાબરકાંઠા જિલ્લામાં
કોરોના પોઝેટીવના કેસો ઘટી ગયા બાદ આરોગ્ય વિભાગ ધ્વારા જિલ્લાના સૌકોઈને કોરોનાની
રસી સરકારની ગાઈડલાઈન્સ મુજબ મળી રહે તે માટેનું અગાઉથી આયોજન કરી દેવામાં આવ્યુ હતું
દરમિયાન થોડાક દિવસ અગાઉ સરકારે રસીકરણનો કાર્યક્રમ બંધ કરી દીધો હતો. પરંતુ ગુરૂવારથી
આ રસીકરણ ઝુંબેશ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત કરાયા બાદ શુક્રવારથી તે કામગીરી શરૂ
કરી દેવાઈ છે. ેજે મુજબ દરેક સેન્ટર પર ત્રણથી વધુ કર્મચારીઓ કોરોના ગાઈડલાઈન્સના પાલન
સાથે રસીકરણની કામગીરીમાં જોડાયા છે. એ પણ નોંધનીય છે કે શુક્રવારથી શરૂ થયેલા આ રસીકરણ
ઝુંબેશમાં દરેક નાગરીકે અગાઉથી કોવિન
,
આરોગ્ય સેતુ તથા સરકારની ઉમંગ નામની વેક્સિનેશન સાઈટ પર નોંધણી કરાવવી ફરજિયાત
છે. નોંધણી થયા પછી લાભાર્થી પોતાને અનુકુળ સેશન સાઈટની પસંદગી કરી સ્લોટ મેળવી શકશે
અને જે તે દિવસે અને સમયે ફાળવેલા નિયત સ્લોટમાં ૧૮ થી ૪૫ વર્ષની વયજુથના વ્યક્તિઓ
રસી લઈ શકશે.

દરરોજ ચાર હજાર નાગરીકોને વેક્સિન આપવાનું લક્ષ્યાંક

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારથી શરૂ થયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત
૨૦ સેન્ટરો પર દરરોજ ૨૦૦ લેખે વેક્સિન આપવાનું લક્ષ રખાયુ છે. જોકે તેના માટે નોંધણી
કરાવવાનો નિયમ હોવાથી નાગરીકોને પ્રથમ તે કામ પૂર્ણ કરવુ પડશે. આ રસીકરણ ઝુંબેશ દરમિયાન
નાગરીકોને કોવેક્સિન અને કોવિશિલ્ડની રસી અપાશે.

હિંમતનગર તાલુકામાં રસીકરણ માટે છ કેન્દ્રો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ખાતે આરોગ્ય વિભાગ ધ્વારા
શુક્રવારે છ રસીકરણના કેન્દ્રો કાર્યકરત કરાયા છે. જે અંતર્ગત મેડીકલ કોલેજ
, વિરાવાડા, ચાંદરણી, જામળા, હડીયોલ અને હિંમતનગરની
રોટરી કલબની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત ઈડર તાલુકામાં ચાર
, પોશીના, વડાલીમાં એક, વિજયનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદમાં બે બે કેન્દ્રો
શરૂ
 કરાયા છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •