સી.આર.પાટીલના મતે આ સાંસદ કાર્યકર્તાઓ માટે કુહાડી પર પગ મૂકી શકે છે

SHARE WITH LOVE

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ક્યારેક પક્ષની ઉપરવટ જઈને નિવેદનો કરતા હોય તેવું સામે આવ્યું છે. ક્યારેક પોતે જ સરકારની ખામીઓને લોકો સામે ઉજગાર કરતા હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા મનસુખ વસાવાના એક કાર્યક્રમમાં વખાણ કરવામાં આવ્યા હતા. પાટીલે કહ્યું હતું કે, મનસુખ વસાવા કાર્યકર્તાઓ માટે કુહાડી પર પણ પગ મૂકી શકે છે. સી.આર. પાટીલ દ્વારા આ નિવેદન અંકલેશ્વરમાં યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું હતું. મહત્ત્વની વાત છે કે, મનસુખ વસવા અવાર નવાર તેમની રજૂઆત લેખિતમાં મુખ્યમંત્રી અથવા તો PMને પત્ર લખીને કરતા હોય છે. તેમાંથી તેમની મોટાભાગની રજૂઆત સરકારની સામેની અથવા તો સરકારી અધિકારીઓની સામેની હોય છે. તેને લઇને જ ભાજપ પ્રદેશ પ્રમુખે આ તર્ક રજૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કાર્યક્રમમાં પાટીલે મનસુખ વસાવાની સાથેની જૂની યાદોને પણ તાજી કરી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખ વસાવાને મેં કાર્યકર્તાઓ માટે જજુમતા જોયા છે. પોતાના પગ પર કુહાડી મારે તે કહેવત આપણે સાંભળી છે પણ કુહાડી પર કાર્યકર્તાઓ માટે પગ મૂકે તેવા આ માણસ છે. એટલે જ ખામીઓ સાથે પણ તે અમારા મિત્ર છે. ખામીઓ હોય તે ક્યાંકને ક્યાંક બોલી દે છે. અમારા તેઓ સિનિયર છે એટલે અમારાથી કઈ કહેવાય નહીં. ભલે હું પ્રમુખ છું પણ તેઓ 6 ટર્મ સિનિયર છે એટલે તેમને કઈ કહેવાય નહીં. પણ અમે રોટલા સાથે ખાતા હતા ટ્રેનમાં હતા. જયારે પ્લેનની સુવિધા નહોતી ત્યારે. તે સમયે મનસુખ વસાવા રોટલા મગાવતાં હતા. તેવા અમારા રોટલાના મિત્ર છે.

મહત્ત્વની વાત છે કે, ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા 6 ડિસેમ્બરના રોજ એક પત્ર કેન્દ્રીય કૃષિમંત્રીને લખવામાં આવ્યો હતો. તેમના તેમને રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં ઘણા જિલ્લાઓ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. તેથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 531 કરોડ રૂપિયાની સહાય જાહેર થઇ હતી. પણ ગુજરાતના આદીવાસી જિલ્લા તાપી અને નર્મદા જિલ્લાને આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા નથી.

સરકાર દ્વારા કહેવામાં આવે છે કે, આ વિસ્તારમાં વરસાદ ઓછો થવાની તેને ક્રાઈટ એરિયામાં સામેલ કરવામાં આવ્યા નથી. પણ હું એક ખેડૂત તરીકે કહેવા માગું છું કે વરસાદ વધારે હોય કે ઓછો તે પાકને નુકસાન પહોંચાડે જ. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગ, ડાંગર, અડદ જેવા પાકને નુકસાન થયું જ છે. તાપી પણ આ પ્રકારે એક પ્રભાવિત આદિવાસી જિલ્લો છે. એટલે મારી માગ છે કે, આ જિલ્લાઓમાં પણ સરવે કરાવવામાં આવે.

Source:


SHARE WITH LOVE