સુથાર ની માયાજાળમાં આદિવાસી નેતાઓ, ખોટા આદિવાસી ગેલમાં અને સાચા આદિવાસી ઊંઘમાં : સાંસદ મસુખભાઈ વસાવા


ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા એ આદિવાસી નેતાઓને આડેહાથે લીધા છે, ખોટા જાતિના પ્રમાણ પત્રોબબતે તેમને સોસીઅલ મીદીઅમાં એક સ્ફોટક પત્ર મુક્યો છે. જેના કારણે ગુજરાત માં ઉથલ પાથલ ની સ્થિતિ ઉભી થઇ છે.

સંસદે તેમના પત્ર માં કોને આડે હાથે લીધા છે અને પત્ર માં શું લખું છે તે જાણો …

: સુથારની માયાજાળમાં આદિવાસી નેતાઓ : : ખોટા આદિવાસી ગેલમાં અને સાચા આદિવાસી ઘેનમાં (ઊંઘમાં)::

આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હર્ષદભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી શ્રીમતી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે, દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી, દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકાર લોકોને દ્વારના જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા. આ ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે.

આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઘેનમાં ઊંઘમાં) છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી. તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે.

તેથી ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો ?

મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય-ભરૂચ લોકસભા