સુરતમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવાની ખેડૂતોએ પાડી ના

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન વચ્ચે આવી રહી છે. ખેડૂતો બુલેટ ટ્રેન માટે પોતાની ખેતીલાયક જમીન સસ્તા ભાવે આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં સુરતના જિલ્લા કલેક્ટર ધવલ પટેલે ખેડૂતોને મનાવવા માટે સરકાર સમક્ષ ખેતીલાયક જમીનોની કિંમતોમાં(માર્કેટ વેલ્યૂના હિસાબે બેઝ પ્રાઈસ)7 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મોકલી આપ્યો છે. આ કિંમત હેઠળ સુરત જિલ્લાના 8 ગામોને સામેલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના હેઠળ સુરત જિલ્લાના 28 ગામોની જમીનની જરૂરત છે. ગુજરતના ખેડૂત સમાજના બેનર હેઠળ આ તમામ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપવાની ના પાડી દીધી છે. જે હેઠળ ખેડૂતોએ તેમની જમીનના ઓછા ભાવ આપવાનું કારણ જણાવ્યું છે.

ખેડૂતોએ જમીન સંપાદન કરવા મામલે અધિકારીઓને તેમની ખેતીલાયક જમીનની માપણી કરવાની પરવાનગી આપી નહિ. જેથી જમીન સંપાદનનું કામ પાછલા 1 વર્ષથી અટકેલું છે. 2011માં સરકાર દ્વારા જંત્રી દર( નિર્ધારિત બજાર ભાવના હિસાબે જમીનના ભાવ) સંશોધિત કરવામાં આવ્યા હતાં. જેમાં જમીનની કિંમત વધુમાં વધુ 100 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર હતી.

જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, 2011માં આ ગામોના જંત્રી દર 100 રૂપિયા કે તેનાથી ઓછા હતાં. તેના માટે અમે પાડોશના ગામો દ્વારા તેની સરખામણી કરી અને જાણવા મળ્યું કે તેમની જમીનના ભાવો વધારે છે. ત્યાર બાદ અમે દરેક 8 ગામોના જંત્રી દર 100 રૂપિયાથી વધારીને 708 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ગામોના 150 ખેડૂતોની જમીનોનું સંપાદન કરવાનું છે, જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે.

આ પહેલા ઓલપાડ તાલુકાના 4 ગામો કુસાદ, કમામલી, કઠોદરા અને મુદાદના 130થી વધારે ખેડૂતો પ્રભાવિત થયા છે. ત્યાંના ધારસભ્યે થોડા સમય પહેલા જ સરકારને અરજી કરી હતી કે તેમની જમીનોના જંત્રી દરો વધારવામાં આવે.

હાલમાં જે જંત્રી દર છે તે ખેડૂતો માટે વ્યવહારું નથી. રાજ્ય સરકારે સુરતના કલેક્ટરને જંત્રી દરો સંબંધિત રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કલેક્ટર ધવલ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને બુલેટ ટ્રેન યોજના માટે સંપાદન થનારી જમીન માટે વળતરના રૂપમાં 7 ગણી કિંમત વધારવાનો પ્રસ્તાવ મોકલી આપ્યો છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.