સુરતમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ: CM એ કહ્યું- 182 સીટ જીતવાની છે, કોઈને હરાવવાના નથી

SHARE WITH LOVE

સુરતમાં ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમારોહ પહેલાં સુરતમાં ભાજપ દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. રોડ શોમાં પ્રદેશ અધ્યક્ષ, સીએમ સહિત મંત્રીઓ હાજર રહ્યા હતા

સુરતમાં ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમારોહ પહેલાં સુરતમાં ભાજપ દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. રોડ શોમાં પ્રદેશ અધ્યક્ષ, સીએમ સહિત મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુલી જાડાયા હતા. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમએ જણાવ્યું હતું કે, સુરત શહેર સ્વછતામાં 2 જો નંબર આવ્યો છે સૌને અભિનંદન. આ એકલા હાથનું કામ નથી હોતું. સૌનો સાથ સૌનો વિકાસના માધ્યમથી કોરોનામાં કામ કર્યું છે. મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડ્યો છે. સૌનો આભાર માનું છું. મારામાં કાર્યકર્તા તરીકે જીવંત રહું છું. મારો જેમ નંબર લાગ્યો તેમ તમારો પણ લાગે તેવો છે. પરંતુ જવાબદારી નિષ્ઠાથી નિભાવવી પડી છે. આજે ગ્રામ પચાયત અને તાલુકા પચાયતના પરિણામ તમારા થકી મેળવ્યા છે. રિવરફ્રન્ટનું કામ પણ જલ્દીથી થશે. તમે અમારી ઓફીસમાં આવશો તો અમે તમારી જેમ તમારો વટ પડીશું. 182 એ તમામ સીટ જીતવાની છે. કોઈને હરાવવાના નથી.

સ્નેહમિલન કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે, આવું તો રૂબરૂ હતું પરંતુ વર્ચ્યુલ આવ્યો તે માટે આભાર. અમિત શાહે સીઆર પાટીલને કહ્યું ડિસેમ્બરમાં મોકો આપજો રૂબરૂ આવવાનો. સુરત આખા દેશમાં સ્વછતામાં પહેલો આવે તેવો પ્રણ લો. સુરત આખા દેશમાનું એવું શહેર છે જેમાં આખું લઘુ ભારત વસેલું છે. સી આર પાટીલ અને તેમની ટિમને પેજ પ્રમુખના મોડલ માટે અભિનંદન આપું છું. સંગઠનના આધારે ચૂંટણી કઈ રીતે જીતી શકાય તેનું આદર્શ ઉદાહરણ ગુજરાત સરકારે પૂરું પાડ્યું છે.

Source link


SHARE WITH LOVE