સુરતમાં રૂ. બે કરોડના ખર્ચે દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું લોકાર્પણ કરતા મંત્રી વસાવા

SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares

સુરત, 17 જાન્યુઆરી ( હિ.સ.) : પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમરપાડા તાલુકાના દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું સુરત વનવિભાગ દ્વારા રૂા.બે કરોડના ખર્ચે નિર્મિત થયેલા વોક-વે બ્રિજ, ચોકી, વોટર ટેન્ક જેવી અદ્યતન સુવિધાઓના કામોનું ઉદ્દધાટન વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે થયું હતું. આ ઉપરાંત શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજના હેઠળ રૂા.51.34 લાખના ચાર એગ્રો સેન્ટર સેન્ટર તથા મીની ટ્રકનું વિતરણ તેમજ માંગરોળ, મહુવા, અને ઉમરપાડાના આદિમજુથની છ સુવિધાઓના વિકાસ કામો મળી કુલ રૂા.21 કરોડના ખર્ચેના વિવિધ વિકાસકીય યોજનાના લાભોનું વિતરણ કર્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ટુરિઝમનો વિકાસ થાય, રોજગારીનું સર્જન થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે.
દેવધાટ ખાતે ફેઝ 1 અને ફેઝ 2 મળી કુલ પાંચ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. સમગ્ર વિશ્વ પર્યાવરણ માટે ચિતિત છે ત્યારે સમગ્ર વિશ્વના આદિવાસી સમાજે સંસ્કૃતિ, પ્રકૃતિની સાથે પર્યાવરણની રક્ષા પણ કરી છે. આ સમાજ જંગલો, પહાડો સાથે રહેનારો સમાજ છે. સમગ્ર વિશ્વમાં જંગલો સલામત હોય તો તે આદિવાસી સમાજના કારણે છે. જંગલો કાપવાનું કામ કયારેય કર્યું નથી.વનવિભાગ સાથે મળીને વનસમિતિ બનાવીને સમગ્ર ગુજરાતમાં છ લાખ આદિવાસીઓએ વનઉછેરનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. જંગલ અને જમીન આપણા માતા-પિતા સમાન છે તેનું રક્ષણ અને સંવર્ધન કરવું એ આપણી જવાબદારી છે. જેથી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો. જંગલો છે તો વરસાદ છે વરસાદ છે તો પાણી અને જીવસૃષ્ટ્રિ છે. બિલવણ ખાતે એકલવ્ય શાળાના કામ મજુર થઈ હોવાની વિગતો તેમણે આપી હતી.આ વેળાએ મંત્રીના હસ્તે વન કલ્યાણ સમિતિઓને હુકમોનું વિતરણ થયું હતું.આ વેળાએ મુખ્ય વન સંરક્ષક સી.કે.સોનવણે, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર ગામીત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Source link


SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares