સુરત: ઉતરાયણ દરમિયાન હવે ડ્રાયફ્રુટ ચીકીની વધુ ડિમાન્ડ

SHARE WITH LOVE

સુરત, તા. 07 જાન્યુઆરી 2022 શુક્રવાર

ઉતરાયણ નજીક આવતા જ બજારમાં વિવિધ પ્રકારની ચીકી વેચાવા લાગે છે. ચીકીની અલગ અલગ વેરાયટીસમાં ડ્રાયફ્રુટ ચીકીની ડિમાન્ડ વધુ જોવા મળી છે. બહારના દેશોમાં પણ ઉતરાયણ દરમિયાન ચીકીની ડિમાન્ડ રહેતી હોય છે. જો કે આ વખતે ચીકીના ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો પણ જોવા મળ્યો છે.

ઉતરાયણમાં ઊંધિયું સાથે અલગ અલગ ફ્લેવરની ચીકી અને તલના લાડુ પણ ખાતા હોય છે. પહેલા માત્ર તલ, દાણા અને ચણાની ચીકી બનતી હતી. ધીરે ધીરે ટ્રેન્ડ બદલાયો અને ચીકીમાં પણ વેરાયટીસ આવવા લાગી હવે સુરતીઓ કાજુ બદામની ચીકી, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ, અખરોટ ગોળ ચીકી, પિસ્તા ખાંડ એવી છ જાતની ચીકી પણ બનાવતા થયા છે. આ અંગે દીપાબેન રેવડીવાળા એ કહ્યું કે” ઉતરાયણમાં માત્ર સુરત જ નહીં બહારમાં દેશોમાં પણ ચીકીની ડિમાન્ડ રહેતી હોય છે.

અમેરિકા, લંડન, કેનેડા, હોંગકોંગ, દુબઇ જેવા દેશોમાં અલગ અલગ ચીકી જાય છે. જેમાં હોંગકોંગમાં ડ્રાય ફ્રૂટ્સ ચીકી અને દુબઇમાં કાળા તલની ચીકી સૌથી વધુ જાય છે. હાલ કોરોનામાં કાળા તલની ચીકી વધુ વેચાય છે કારણકે કાળા તલ ઇમ્યુનિટી માટે સૌથી સારા માનવામાં આવે છે. બાળકો માટે કોપરાની અને ચોકલેટ, દડીયા તલની સિંગ અને સીંગદાણાની ચીકી મળે છે. બાળકો ચોકલેટ ચીકી વધુ પસંદ કરે છે.

આ વખતે ચીકી અને તલના લાડુમાં 30 થી 40 ટકાનો વધારો છે. જેનું કારણ ગોળ, ડ્રાય ફ્રૂટ અને સિંગદાણાના ભાવોમાં વધારો છે. ડ્રાય ફ્રૂટમાં પિસ્તા ચીકી જે 900 રૂપિયે કિલો હતી. તે 1000 રૂપિયે કિલો થઇ ગઇ છે જ્યારે સિંગદાણા 240 રૂપિયે કિલો થઈ ગયા છે.

Source link


SHARE WITH LOVE