સૌરાષ્ટ્રના એક વેપારીએ બે મહિનાની દીકરીના નામે ચંદ્ર પર ખરીદી જમીન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સૂરતના સરથાણામાં રહેતા વિજય કથીરિયાએ પોતાની બે મહિનાની દીકરી નિત્યા માટે ગિફ્ટ તરીકે ચંદ્ર પર જમીન ખરીદી છે. વિજય કથીરિયા કાંચના વેપારી છે અને તે મૂળ સૌરાષ્ટ્રના વતની છે. તે હાલ સૂરતના સરથાણા વિસ્તારમાં રહે છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે તેમણે ન્યૂયોર્ક ઈંટરનેશનલ લૂનાર લેંડ રજિસ્ટ્રી કંપનીને મેલ કર્યો હતો જેને સ્વીકૃતિ મળી ચુકી છે.

વિજયભાઈના ઘરે બે મહિના પહેલા દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદથી તેણે નક્કી કર્યું હતું કે તે દીકરીને કોઈ યાદગાર ભેટ આપશે. ત્યારબાદ તેણે ચંદ્ર પર જમીન લેવાનું નક્કી કર્યું.

વિજયભાઈએ કંપનીનો સંપર્ક કર્યો અને 13 માર્ચે ચંદ્ર પર જમીન ખરીદવા માટે ઓનલાઈન આવેદન કર્યું.
વિજયભાઈએ દીકરી માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદનાર તે પહેલા વેપારી છે. આ સિવાય હવે નિત્યા દુનિયાની સૌથી નાની ઉંમરની ચંદ્ર પર જમીન ધરાવતી વ્યક્તિ બની છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •