હવા પ્રદૂષણથી ભારતના ઉદ્યોગોને વર્ષે 7100 અબજ રૂપિયાનું નુકસાન

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

– સીઆઈઆઈ, ક્લિન એર ફંડ અને ડેલબર્ગનો સંયુક્ત અહેવાલ

– પ્રદૂષણથી લોકોની કામ કરવાની ક્ષમતા ઘટી રહી છે

નવી દિલ્હી : હવા પ્રદૂષણથી ભારતના ઉદ્યોગ જગતને વર્ષે ૯૫ અબજ ડૉલર (૭૧૩૨ અબજ રૂપિયા)નું નુકસાન થાય છે. ગુરુવારે રજૂ થયેલા એક રિસર્ચમાં આ વિગત સામે આવી હતી. હવા પ્રદૂષણ એ કોઈ બિઝનેસ કે વ્યક્તિને સીધી નહીં પરંતુ આડકતરી રીતે મોટું નુકસાન કરે છે. શુદ્ધ હવા માટે પ્યુરિફાયર ગોઠવવા પડે કે પ્રદૂષિત હવાથી સ્વસ્થ રહેવા સારવાર લેવી પડે તો એ હવા પ્રદૂષણથી થતું આર્થિક નુકસાન છે.

સીઆઈઆઈ, ક્લિન એર ફંડ અને ડેલબર્ગ નામની કન્સલ્ટિંગ ફર્મે સંયુક્ત રીતે આ અહેવાલ રજૂ કર્યો હતો.
ભારતમાં સ્વાસ્થ્ય પાછળ વર્ષે જે સરેરાશ ખર્ચ કરવામાં આવે છે, તેના કરતા હવા પ્રદૂષણથી થનારા નુકસાનનો આંકડો દોઢગણો છે. હવા પ્રદૂષણથી કામદારોની કામ કરવાની ક્ષમતા પણ ઘટી રહી છે. શ્વાસ સબંધિત બિમારીઓ સતત વધી રહી છે.

ખરાબ હવાને કારણે ખરીદી કરનારાઓ ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેના કારણે જ વર્ષે ૨૨ અબજ ડૉલરની ખરીદી ઓછી થાય છે. ભારત હવા પ્રદૂષણમાં અગ્રણી દેશ છે. દિલ્હીનો સમાવેશ સૌથી પ્રદૂષિત શહેરમાં થાય છે, તો વળી વર્ષે ભારતમાં ૧૭ લાખ મોત હવા પ્રદૂષણથી થાય છે. એટલે રિપોર્ટમાં સ્પષ્ટ કરાયુ છે કે દેશને ૫ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવું હોય તો હવા પ્રદૂષણને ગંભીરતાથી લઈ કામ કરવું પડશે.

ભારતમાં સ્થિતિ ઉલટી છે. જ્યાં-ત્યાં સરકારી અને ખાનગી બાંધકામો સતત ચાલતા રહે છે. તેના કારણે ઉડતી ધૂળ હવા પ્રદૂષણમાં ખાસ્સો વધારો કરે છે. હવા દૂષિત ન થાય એ રીતે કામ કરતા સરકારી તંત્રને આવડતું નથી, જ્યારે ખાનગી બાંધકામો પર નિયમો લાગુ પાડવામાં સરકાર મોટે ભાગે નિષ્ફળ રહે છે.

Source link


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share