હાઇકોર્ટની સુનાવણી LIVE: સીનિયર એડવોકેટ, ‘કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી, લીડરશીપનો અભાવ છે’

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

  • ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો PILને લઈને ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી.
  • રિયલ ટાઈમ ઉપર માત્ર બેડની જ નહીં પણ તમામ માહિતી ડેશબોર્ડ ઉપર મુકાવવી જોઈએ: પર્સી કવીના

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનવણી શરુ કરવામાં આવી છે. સરકારના આયોજનના ભાગરૂપે રજૂ કરાયેલા સોગંદનામાંની સામે સિનિયર વકીલોએ રજૂઆત કરી છે. સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી તેમજ લીડરશીપનો અભાવ છે. લીડરશીપ એવી જોઈએ કે, જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે. પણ એવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટેસ્ટિંગમાં વગર કોઈ કારણે ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

સરકાર માત્ર પેચવર્કનું કામ કરે છે
સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે. સંપૂર્ણ માહિતી આપતી નથી.

ડેશબોર્ડ ઉપર રિયલ ટાઈમ અને ચોક્કસ માહિતી આવી જોઈએ
એડવોકેટ પર્સી કવીનાએ વધુમાં જણાવ્યું કે, રિયલ ટાઈમ ઉપર માત્ર બેડની જ નહીં પણ તમામ માહિતી ડેશબોર્ડ ઉપર મુકાવવી જોઈએ. માત્ર કેટલા બેડ ખાલી એના કરતા ઓક્સિજનના બેડ, વેન્ટિલેટરના બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ 25 બેડ છે પણ ત્યાં માત્ર બેડ છે. જ્યાં કોઈ MBBS ડોક્ટર નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ.

રેમડેસિવિરની વ્યવસ્થાને લઇ કરાયા પ્રશ્નો
એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે, કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસિવિરનો આજે ઓર્ડર કરવો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજૂઆત કરી હતી કે દર્દીઓને જયારે ડોક્ટર રેમડેસિવિર દવાની માંગ કરે છે તેઓ અહીં તહીંથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે.

Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •