હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) અશ્લીલ ફિલ્મો બનાવવા અને વેચવાના મામલે સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને કોર્ટે તેને 23 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. દરમિયાન, અહેવાલ આવ્યા છે જેમાં રાજ કુંદ્રા અને તેનો બનેવી પ્રદીપ બક્ષી (Pradeep Bakshi) એડલ્ટ કોન્ટેક્ટ બનાવવા અને વેચવાના માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાનગી સમાચાર સંસ્થાના એક અહેવાલ મુજબ, મુંબઇ પોલીસે દાવો કર્યો છે કે બ્રિટનમાં રહેતો પ્રદીપ બક્ષી અને રાજ કુંદ્રા આંતરરાષ્ટ્રીય પોનોગ્રાફી રેકેટના મુખ્ય સૂત્રધાર હતા.

રાજ કુંદ્રા વિયાન ઇન્ડસ્ટ્રીઝના માલિક છે, જે રાજ અને તેમની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સંયુક્ત રીતે ચલાવે છે.
તે જ સમયે, રાજની બહેનનો પતિ પ્રદીપ બક્ષી, લંડન સ્થિત કેનરીન લિમિટેડનો અધ્યક્ષ છે. આરોપ છે કે રાજ કુંદ્રાની દેખરેખ હેઠળ ભારતમાં અશ્લીલ ફિલ્મો (Obscene Videos Case) બનાવવામાં આવી રહી હતી અને ત્યારબાદ તેને વેચવા માટે લંડન પ્રદીપને મોકલવામાં આવતી હતી.

રાજ કુંદ્રા ઉપર ગંભીર આરોપો

અહેવાલ અનુસાર મુંબઇ ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે આ બંને કંપનીઓની હોટશોટ ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ નામની મોબાઇલ એપ છે. જેને કેનરીન કંપનીએ બનાવી છે. પત્રકારો સાથે વાત કરતા, મિલિંગ ભારંબેએ કહ્યું – આ નિ:શુલ્ક એપ્લિકેશનને એપલ અને ગૂગલ પ્લે સ્ટોર બંને દ્વારા પુખ્ત વયની સામગ્રીને કારણે પોતાના પ્લેટફોર્મથી ડીલીટ કરેલી છે. તપાસ દરમિયાન મુંબઇ પોલીસે અનેક હોટશોટ મૂવીઝ, વિડીયો ક્લિપ્સ, વ્હોટસએપ ચેટ્સ વગેરે જેવા આપત્તિજનક પુરાવા પ્રાપ્ત કર્યા છે.

આ રીતે ફસાવતો હતો મોડલ્સને

અહેવાલ મુજબ, તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ કુંદ્રાના સમગ્ર સ્ટાફની ફેબ્રુઆરી 2021 થી પુછપરછ કરવામાં આવી રહી છે. અભિનેત્રી બનવાના સપના સાથે મુંબઇ પહોંચેલી છોકરીઓ વિશે તેમણે જણાવ્યું કે પહેલા છોકરીઓને ઓડિશન માટે બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ પસંદગી કરીને તેમને બોલ્ડ સીન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલા અર્ધ નગ્ન શૂટ અને પછી પૂર્ણ નગ્ન માટે શૂટ કરવાનું કહેવામાં આવતું. તેમાંથી કેટલાક લોકોએ તેનો આકરો વિરોધ કર્યો હતો અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

આપને જણાવી દઇએ કે સાગરિકા નામની મોડલે થોડા મહિના પહેલા જ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તે પછી આ મામલે કોઈ ફોલો-અપ જાહેર થયું ન હતું. જો કે રાજ કુંદ્રાની ધરપકડ બાદ સાગરિકાનો વિડીયો ફરી લાઈમલાઈટમાં આવ્યો છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •