હુગલીમાં પીએમ મોદીનો હૂંકાર, બંગાળને આવું બનાવીશું,જુઓ શું કર્યા મોટા વાયદાઓ
હુગલીમાં જનસભાને સંબોધિત કરતા મોદીએ ટીએમસી પર જોરદાર પ્રહાર કર્યા હતા
- હુગલીમાં જનસભાને સંબોધિત કરતા મોદીએ ટીએમસી પર જોરદાર પ્રહાર કર્યા
- બંગાળના લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે.
- બંગાળને ટોળામુક્ત અને રોજગારયુક્ત બનાવીશું
આસામ બાદ વડાપ્રધાન મોદી સોમવારે પશ્ચિમ બંગાળના હુગલીમા પહોંચ્યા હતા. મોદીએ કહ્યું કે બંગાળના લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે. બંગાળમાં ભાજપની સરકાર બનશે ત્યારે દરેક બંગાળવાસી પોતાની સંસ્કૃતિના ગુણગાન ગાશે.
મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરનારા લોકો બંગાળના વિકાસની સામે દિવાલ બનીને ઊભા થયા છે.
કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગરીબોના હકના પૈસા સીધા તેમના બેન્ક ખાતામાં જમા કરાવે છે જ્યારે બંગાળ કેન્દ્ર સરકારની યોજનાના પૈસા ટીએમસીના ટોળાબાજોની સહમતિ વગર ગરીબ સુધી પહોંચતા નથી.
ટોળાબાજોએ વિકાસ રોક્યો
પીએમ મોદીએ કહ્યું કે આજે હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છે કે જ્યારે બંગાળમાં ભાજપની સરકાર રચાશે ત્યારે દરેક બંગાળવાસી પોતાની સંસ્કૃતિના ગુણગાન ગાશે. કોઈ તેને ડરાવી-ધમકાવી નહીં શકે. ભાજપ એ સોનાર બાંગ્લાના નિર્માણ માટે કામ કરશે જેમા અહિંનો ઈતિહાસ, અહીંની સંસ્કૃતિ મજબૂત થશે.
મોદીએ ક હ્યું કે પૂર્વી ડેડિકેટેડ કોરીડોરનો સૌથી મોટો લાભ બંગાળને મળવાનો છે. તેના એક ભાગનું કામ ચાલુ પણ થઈ ગયું છે અને થોડા સમયમાં પુરુ થઈ જશે. જેનાથી બંગાળમાં ઉદ્યોગો માટે નવી તક ખુલશે.
West Bengal: Prime Minister Narendra Modi arrives in Hooghly where he will address a public meeting shortly. pic.twitter.com/fFUtGJdPxv
— ANI (@ANI) February 22, 2021
જે દાયકા પહેલા થવું જોઈતું હતું તે આજે થઈ રહ્યું છે
વડાપ્રધાને કહ્યું કે છેલ્લી વાર હું તમને ગેસ કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવીટીને મજબૂત થવાનું કામ શરુ થઈ રહ્યું છે. આપણા દેશમાં આ કામ બહુ વખત પહેલા થઈ જવું જોઈતું હતું.